પતનમાંથી બચવાનો ઉપાય શું ? * પરિણામને વિચારવું. * સત્ય અને શીલ કદી ન છોડવા
કઈ વસ્તુઓ ઉપાધીરૂપ છે? * જરૂરિયાત વિનાની વસ્તુઓ.
ગંધ-સુગંધનું નિવાસસ્થાન કયું? * પૃથ્વી.
આચાર્ય કોને કહીશું *આચારમાં કુલશ હોય તેને.
શત્રુઓ પ્રત્યે અજુગતું વર્તન રહે તેનું કારણ કયું? * દ્રેષબુધ્ધિ.
આ જગતની સંપતિ તૃણસમાન કયારે લાગે? * જયારે પરમાત્મારૂપી સંપતિ પ્રાપ્ત થાય ત્યારે.
વિશ્રાતિનો વિચાર કયારે કરવો? * છેલ્લામાં છેલ્લું આવરણ ભેદાઈ જાય ત્યારે.
વિકસાવવા જેવો પ્રથમ ગુણ કયો ? * માનવતા.
ખરૂં બ્રાહ્મણત્વ કયાં પ્રગટે? * જયાં વિજ્ઞાન, દર્શન, ધર્મ,ત્યાગ અને તપશ્ચર્યા હોય.
આપણામાં જગાડવા જેવું શુ છે? * વિવેકશક્તિ. અને ખીલવવા જેવું શું છે? * જે જેવું છે તેવું તેને ઓળખી લેવાની શક્તિ,એટલે કે સાચી સમજણશક્તિ.