ભયમાંથી મુકત થવા શું કરવું ? * આત્મવિશ્વાસ કેળવવો. * જે બાબત ભય નિર્માણ કરતી હોય તેનું પૃથ્થકરણ કરવું વધારેમાં વધારે કેટલું ખરાબ કે હાનિકારક બની શકે એ બરાબર સ્પષ્ટ થઈ જશે પછી એ કેટલું ભયજનક નહી લાગે. * જેનાથી મન વિશેષ પરિચિત થઈ ગયું હોય એ વિશેષ ભયપ્રેરક ન રહી શકે. * જેનાથી ભય લાગતો હોય તેનાથી ભાગવાને બદલે વારંવાર એ બાબત કરવી તેનાથી નિર્ભય થઈ જવાય ત્યાં સુધી કર્યા કરવી. * સતત કાર્યશીલ રહેવું,નવરુ મન ભય નિર્માણ કરે છે. * ભયનું ઉદભવસ્થાન મન છે; એટલે મનને મજબુત કરવાથી […]
સંસારરુપી સાગર કોણ તરી જાય છે ? * જે અનાસકત છે. * જે કોઈપણ પદાર્થ કે વ્યક્તિ પરત્વે મમત્વ રાખતો નથી. * જે સત્વ,રજસ અને તમસ એ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. * કર્મનો ફળ અને કામ્ય કર્મોનો ત્યાગ કરી દ્રન્દ્રાતીત થઈ જાય છે. * સંતોની સેવા કરે છે. * કેવળ ભગવત-પ્રેમમાં લીન રહે છે. * જેનું અન્તઃકરણ નિર્મળ થઈ ગયું છે અથવા જેની ચિતશુધ્ધિ થઈ ગઈ છે. http://goo.gl/vN2DT2
ખરો જ્ઞાની કોણ ? * પોતાને અને પરમાત્માને તેમ જ જીવ અને પ્રક્રુતિને ઓળખે તે. * પોતે આત્મા છે પણ દેહ નથી એવો નિશ્ચય જેનામાં હોય તે. * જેનું જ્ઞાન આચરણમાં પરિણત થયું છે તે. * જીવન અને જગત વિશેની સાચી સમજ પ્રાપ્ત કરી તે પ્રમાણે જીવે તે. * તત્વમાં રમમાણ રહે તે. * જ્ઞાન અને કર્મમાં ભેદભાવ ન કરે તે. * જ્ઞાન દ્રારા કર્મના બંધન છેદી નાખનાર. * જગતને સમદષ્ટિથી જોનાર. * જે પરમાત્મામાં જીવે છે, પરમાત્મા સાથે જીવે છે અને પરમાત્મા માટે જીવે છે તે ખરો જ્ઞાની છે. […]