મનુષ્યમાં નમ્રતા કયારે આવે?

મનુષ્યમાં નમ્રતા કયારે આવે? * પોતાના પ્રયત્નોની નિર્થકતાનું એને ભાન થાય અને પોતાની મર્યાદાઓ સમજાય.

મનુષ્યની યોગ્યતા શેના પરથી નક્કી થાય છે?

મનુષ્યની યોગ્યતા શેના પરથી નક્કી થાય છે? * વિચાર અને આચારની એકતા પરથી. * શીલ અને સદાચાર પરથી.

જીવ એટલે શું?

જીવ એટલે શું? * ઇચ્છાશક્તિ..

ચેતન તત્વ શું છે ?

ચેતન તત્વ શું છે ? * પદાર્થ માત્રને સ્ફુર્તિ આપતું પરમ તત્વ.

લોભને કોણ શોષી લે છે?અથવા લોભથી બચવાનો ઉપાય શું છે ?

લોભને કોણ શોષી લે છે?અથવા લોભથી બચવાનો ઉપાય શું છે ? * સંતોષ.

જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ?

જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ? * વ્યાપકતાના કેન્દ્રનું જ્ઞાન નથી એટલે એમ કહે છે. * એનો અર્થ એ છે કે અનુભવના વર્ણનમાં વાણી અધુરી પડે છે. * દશ્ય માત્ર રહે ત્યાં સુધી ‘આ નહિ;,;આ નહી’ એમ કહેવું પડશે. એકલો દષ્ટા જ રહેશે અને ‘દશ્ય’જેવું કાંઈ નહી રહે પછી ‘નેતિ,”નેતિ’ કહેવાનું નહી રહે. * કોઈ અનુભવના રહે,કોઈ દર્શન ન રહે,વસ્તુ-પદાર્થમાત્ર ન રહે, માત્ર જોનાર જ રહે મ્પછી શું વ્યક્ત કરવાનું રહે?

વિભકત મન કોને કહેવું?

વિભકત મન કોને કહેવું? * જે મન અસ્થિર એ,ભટકતું છે તેને. * જે સ્થાપિત હિતોમાં ખેંચાયા કરે એ. * જે મન આવેશમય છે.

જીવનમુકત કોને કહેવાય?

જીવનમુકત કોને કહેવાય? * જેની જીવન સંબંધેની ઉપાધી નષ્ટ થઈ ગઈ છે તે. * જે જગતમાં સ્વાભાવિક રીતે રહે છે છતાં અંદરથી અલિપ્ત છે. * જે અનેક વિકારો વચ્ચે નિર્વિકારી છે. * જે સર્વ સ્થિતિમાં સમતા ધારણ કરે છે. * જેનો કર્તાભાવ શમી ગયો છે. * જે દ્રન્દ્રોથી પર છે

આંતરિક વિકાસ માટેનો રામબાણ ઇલાજ કયો?

આંતરિક વિકાસ માટેનો રામબાણ ઇલાજ કયો? * સ્વ દોષોને ઓળખવા-પારખવા અને એ દોષોમાંથી મુક્ત થવાય તે માટે પુરેપુરી જાગૃતિ રાખી નિષ્ઠાપુર્વક તેમને દુર કરવા પ્રયત્નશીલ રહેવું. * જ્ઞાની પુરુષો સાથે સત્સંગ કરવો. * અનુભવી પુરુષોનો સહવાસ કરવો. * સદગુણોનો સરવાળૉ,બુરાઈઓની બાદબાકી,ભ્રમનો ભાગાકાર

મન કયારે શાંત થાય?

મન કયારે શાંત થાય? * મનના સર્વ સ્વાદ-રસો નિર્મળ થઈ જાય. * ઇચ્છાઓ,હેતુઓ શાંત થઈ જાયા. * વિકારના કારણો હાજર હોય છતાં મનમાં કોઈ પ્રકારની વિક્રિયા જન્મે નહી. * ઇન્દ્રિયોને સુખ આપનાર સકળ પદાર્થોનું ચિંતન કે સહવાસ મટી જાય-વિષયો પ્રત્યે આસક્તિ ન જન્મે. * વિક્ષેપ કરનારી વધી બાબતો નિર્મૂળ થઈ જાય.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors