સામગ્રી- લીલા વટાણા-૫૦૦ ગ્રામ ખાંડ-૭૫૦ ગ્રામ ઘી-૨ ચમચા ઇલાયચી પાવડર-૧/૨ ચમચી ખાવાનો લીલો રંગ-જરાક માવો-૨૫૦ ગ્રામ કાજુ,બદામ,પીસ્તાનું કતરણ-૩ ચમચા રીત- *લીલા વટાણાને વાટી લો *કઢાઇમાં માવાને શેકી લો અને તેને તાળીમાં કાઢીને છૂટો કરી દો *કઢાઇમાં ઘી મૂકી વાટેલા વટાણાને શેકી દો *તપેલીમાં ખાંડ લઇને તેમાં જરા પાણી નાંખી ચાસણી બનાવો.તેમાં જરાક ખાવાનો લીલો રંગ ઉમેરો *ચાસણી કડક થાય એટલે તેમાં શેકેલો માવો, શેકેલો વટાણાનો પલ્પ નાંખો *બરાબર હલાવતા રહો. *ઘટ્ટ થાય અને ગોળા જેવું વળે એટલે ઇલાયઃઈ પાવડર નાંખી નીચે ઉતારી લો. *તેને થાળીમાં ઠારી, ઉપર કાજુ,બદામ,પીસ્તાનું કતરણ દબાવી, […]
શિયાળાની ઋતુ શર થતા જ લીલા વટાણા સર્વત્ર જોવા મળે છે વટાણામાં પ્રેટીનનું પ્રમાણ વધારે હોવાથી શાકાહારી તેમજ તે અગત્યનો ખોરાક ગણાય છે. શિંગ અને પાપડીવાળા લીલા શાકભાજીના વટાણાએ અતિ મહત્વનો પાક છે. તેના દાણા પરિપક્વ અવસ્થામાં એકલા અથવા રિંગણ, બટાકા, કોબી, ફૂલેવર વગેરે સાથે મિશ્રણ કરી રાંધીને શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે. વટાણામાં ફૉસ્ફરસ, પોટૅશીયમ, મૅગ્નેશીયમ, કૅલ્શીયમ, ગંધક, તાંબુ અને લોહ હોય છે. તેનામાં સુપાચ્ય પ્રોટીનનું પ્રમાણ ખુબ વધુ છે. સાથે સાથે કાર્બોહાઈડ્રેટ અને વીટામીન A તથા C નું પ્રમાણ ઉંચું છે. બીજાં ખનીજ દ્રવ્યોનું પ્રમાણ પણ વધારે છે. […]
કદાચ, ઘણાં લોકોને માટે આ વાંચી નવાઇ થઇ હશે કે વરિયાળી એ ગુણોનો ભંડાર છે.હા, આયુર્વેદ અનુસાર વરિયાળીના નિયમિત સેવનથી ઘણાં પ્રકારનાં સ્વાસ્થય લાભ થાય છે. તો આવો જાણીએ ગુણોનાં ભંડાર એવી વરિયાળીથી થતાં લાભ * બદામ, વરિયાળી અને સાકર આ ત્રણેયને સરખે ભાગે લઇને વાટી લો અને રોજ બન્ને ટાઇમ ભોજન પછી ૧ ટી સ્પુન લો. તેનાથી સ્મરણ શક્તિ વધે છે. * રોજિંદા ભોજનની 30 મિનિટ બાદ વરિયાળી લેવાથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે. * રોજ ૫ થી ૬ ગ્રામ વરિયાળી લેવાથી લીવર ઠીક રહે છે અને આંખોનું તેજ પણ […]
ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ ભાઈબીજ એટલે ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ કાતિર્ક માસના શુકલ પક્ષની દિત્યા યમદિત્યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્ણ એક પૌરાણિક કથા છે. એક દિવસ યમુનાજીએ મૃત્યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. સ્વાદિષ્ટ ભોજનથી ખુબજ પ્રસન્નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્યું. યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્યું, યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્યારથી યમરાજ દર વર્ષે નિત્ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્ય […]
પ્રકાશ નુ પર્વ-દિવાળી દિવાળી એટલે માત્ર ભૌતિક હિસાબો જ નહિ, વર્ષભર કરેલા કાર્યોના હિસાબોનું સરવૈયું કાઢવાનો દિવસ કેટલું જમા થયું કેટલું ઉધાર રહ્યું એ ગણવાનો દિવસ. આ દિવસે વેપારીઓ અને વ્યવસાય કરનાર ચોપડા પૂજન પણ કરે છે, પરંતુ ખરા અર્થમાં દિવાળી ભારતવર્ષના ભવ્ય તહેવારોની મહાવણજારને અંતે આવે છે. આ દિવસે નવા વર્ષ પહેલા આવે છે, એટલે વર્ષનો અંતિમ દિવસ ગણાય. તેથી આ દિવસે ગત નૂતનવર્ષે લીધેલા પ્રણના અનુસંધાનમાં આપણે કેટલો ભોગ વિલાસ, વેર-ઝેર, રાગ-દ્વેષ વગેરે છોડી શકયા તેનું સરવૈયું કાઢવા માટે ઉત્તમ ગણાય. હક્કિતમાં દિવાળીના તહેવારો દિવાળી, નૂતનવર્ષ અને ભાઈબીજ […]
આસુરી શકિત પર દૈવી શકિત ના વિજયનુ પર્વ- દશેરા નવરાત્રી મહોત્સવ પછી તરત જ દશેરા આવે છે. જે વિજયાદસમી તરીકે પણ ઓળખાય છે. આ દશેરા એટલે વિજય માટે આરોહણ કરવાનો દિવસ. આ દિવસે શ્રી રામે સીતાજીને રાવણની ચૂંગાલમાંથી છોડાવવા માટે વિજય પ્રસ્થાન કર્યુ હતું. ત્યારથી આ દિવસ વિજય માટે આરોહણ કરવાના દિવસ તરીકે ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિએ હંમેશા નીતિવાન વીર પુરૂષોનું પુજન કર્યુ છે. રામ, કૃષ્ણ, અર્જન વગેરે તેના ઉદાહરણો છે. પરંતુ નીતિમત્તા વગરની શકિત નકામી એટલે જ આપણે રાવણ કે કંસ કે હિરણ્યકશિયુની પુજા નથી કરતા, તેઓ પાસે પણ […]
શરદ-પૂર્ણીમા શરદ પૂર્ણિમા કે શરદપૂનમ આસો સુદ પૂનમની રાતે આવે છે. આ દિવસે આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. લોકો તેના શીતળ પ્રકાશમાં તેનું મોહક રૂપ જોઈને વિહરે છે. લોકો ચોખાના પૌઆ દૂધ સાથે ખાય છે. આ રાત્રીએ દૂધ, પૌઆ, સાકર, ચંદ્ર, તેની ચાંદની વગેરે તમામ વસ્તુ શ્વેતરંગી હોય છે. આ આહલાદક વાતાવરમાં લોકો ખુબજ આનંદિત થઈ જાય છે અને ગરબા પણ ગાય છે. આ રાત્રે લોકો લક્ષ્મીનું પણ પૂજન કરે છે અને તે મેળવવા જાગરણ પણ કરે છે. અહિં લક્ષ્મી એટલે માત્ર ધનસંપત્તિ નહિ પરંતુ તેમાં સૌદર્ય લક્ષ્મી […]
૧. એ કારણ વગર \’ક્યુટ\’ બનવાની કોશિશ કરતીહોય ત્યારેસાવચેત રહેવું..! ૨. તમારી પત્ની બન્ને હાથ કેડ પર મૂકીને અનિમેષ નયનેતમારી સામે જોઈ રહી હોય……ત્યારે બધુંજ સાચેસાચું કહીદેજો! એ સમય રોમાન્ટિક થવાનો નથી! ૩. એ જો આંખો નચાવતા નચાવતા \’તુઝે ઝમીંપે બુલાયા ગયાહૈ મેરે લીયે…\’ ગાતી હોય તો એણે સોંપેલું કામ બમણા ઉત્સાહઅને સ્ફૂર્તિથી કરવા માંડજો! ૪. \’ઘરકામમાં મદદ\’નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજીલો એટલું સારું! સ્કૂલમાં મદદ મળતી હતી, લગ્નજીવનમાં કરવાની હોય છે! ૫. \’ચુપચાપ બેસો\’ આ વાક્ય તમને કે.જી.-નર્સરી બાદ છેક […]
અકાળે થતા સફેદ વાળથી બચવાના ઉપાયો સફેદ વાળ થવાના પ્રમુખ કારણને જાણૉ અને તેના ઉપાય અજનવો. સફેદ વાળ થવાના પ્રમુખ કારણ- (૧)જુની શરદી (૨)વાળની અંદર ડાઈ અને રસાયણોનો ઉપયોગ (૩)અસંતુલિત ભોજન (૪)માનસિક તણાવ અને ચિંતા (૫)જળ તેમજ વાયુ પ્રદૂષણ (૬)વધારે તાવકે સંક્રામક રોગ જેવા કે-વાયરસ, ટાઈફાઈડ વગેરે (૭)આનુવંશિકતા (૮)તીવ્ર માંસિક ઝાટકા (૯)પિગમેંટ નિર્માણમાં જન્મથી દોષ (૧૦)વધારે પડતાં ગરમ પાણીથી વાળને ધોવા (૧૧)વાળની સરખી રીતે સફાઈ ન કરવી વાળને સફેદ થતાં બચાવવા માટેનાં થોડાક ઉપાય (૧)આમળાને મહેંદીના પાનની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તે વાળમાં લગાવીને એકથી દોઢ કલાક […]
જ્યારે પણ હોઠ પર લિપસ્ટીક લગાવો ત્યારે એક વાતનું ધ્યાન રાખો કે તે તમારા કપડાં સાથે અને તમારી સ્કીન સાથે મેચ કરે છે કે નહિ. હંમેશા એવા કલરની પસંદગી કરો જે તમારા પર સુટ કરતી હોય. હોઠ પર હંમેશા લિપસ્ટીક લગાવવાથી હોઠ કાળા પડી જાય છે તેમજ કેંસર થવાનો પણ ભય રહે છે અને જો લિપસ્ટીક ન લગાવીએ તો હોઠ સારા પણ નથી દેખાતા તો તેના માટે તમે ક્યારેક ક્યારેક ચેપસ્ટીક કે લિપગ્લોસ પણ લગાવી શકો છો. તેનાથી તમારા હોઠનો લુક આકર્ષક પણ દેખાશે અને હોઠ કાળા પડવાનો ભય પણ […]