યૌવન તું શું ચાહે ? આજનો યુવાન ગુમરાહ છે કે બેદરકાર! તેને શું જોઈએ છે. કઈ દિશામાં આંધળી દોટ મૂકે છે. પશ્ચિમની હવા તેના અંગ અંગમા પ્રસરી છે. દેખાદેખી અને ધન પાછળ પાગલ તે શું કરે છે તે પણ વિસારે પાડે છે. સવારનો પહોર હતો. સુંદર ઉષાનું સામ્રાજ્ય ફેલાયું હતું. વહેલી સવારે હંમેશની આદત પ્રમાણે ચાલવા નિકળી હતી. કલકત્તાનું’ ‘વિક્ટોરિયા’ માનવ મેદનીથી ઉભરાતું હતું. અમેરિકાના લાંબા વસવાટ પછી પણ માતૃભૂમિને આંગણે સવારની આહલાદક હવાની મહેક મનને પ્રફુલ્લિત કરી મૂકે છે. જો કે ત્યાંની જીંદગી હવે માફક આવી ગઈ છે. બંને ભૂમિ પ્રત્યે […]
શુન્યથી જ જીવનની શરૂઆત થાય છે, સમય વીતે એમ સંખ્યાની રજુઆત થાય છે. થોડી ભીની થોડી સુકી જીંદગીનો અહેસાસ થાય છે, વણ માગેલી ચીજોનો વરસાદ થાય છે. વખત વીતે એમ યૌવનનું આગમન થાય છે, કોઇ પરાયુ રાજ કરે દિલ પર એવી દિલની ફરીયાદ થાય છે. ઘેલછા પ્રેમની વધે હદ બહારને, ચારે કોર નામ બદનામ થાય છે. આ બધા આવેશ લાગેને સમજીથી પ્રેમની શરૂઆત થાય છે. મળી જાય જો ગઝલ હૃદયથી શુધ્ધ પાત્ર તો અનંત જીંદગી સુધી યાદ રહી જાય છે. અને જો ભટકાઇ ગયા મૃગજળ પાછળ તો સહરાના રણની સફર […]
લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે તમે એકલા શાને રડો છો? સાથી તો અમેય ખોયા છે આપ કહો છો આમને શું દુઃખ છે! આ તો સદા હસે છે અરે આપ શું જાણો આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો? અરે ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો સુખી છો આપને છે ફરીયાદ કે કોઈને તમારા વિશે સૂઝ્યુ નહીં અરે અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પૂછ્યું નથી જે નથી થયુ એનો અફસોસ શાને કરો છો આ જીંદગી જીવવા માટે છે આમ […]
માનવી કાં તો ભૂતકાળમાં કરેલી ભૂલો પર પસ્તાતો હોય છે અથવા ભવિષ્યની ચિંતામાં હોય છે. વર્તમાનમાં એ બહુ ઓછો હોય છે. Yesterday is ‘History’, Tomorrow is‘Mystery’, Today is the gift of God, So it is called ‘Present’. પરંતુ સત્ય શું છે? અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું શું?નૌકા ડૂબી ગયા પછી હવે, સફરની વાતો ફરી કરું શું? *બિગરી બાત બને નહી લાખ કરો કિન કોય | રહિમન બિગરે દૂધ સે મથે ન માખન હોય Done is done, it can not be undone. જાગૃત રહી કામ કરવા છતાં […]
આજકાલ ટીવી ચેનલો પર એક જાહેરખબર ખૂબ જોવા મળે છે. દશ્યાવલિમાં એક પિતા અને એક પુત્રી જોવા મળે છે. પુત્રી ખાસ્સી ઉંમરલાયક થઈ છે એટલે સ્વાભાવિક જ પિતાને એનાં લગ્ન કરવાની ઈચ્છા છે. આથી એ મૂરતિયા બતાવવા માંડે છે. જાહેર ખબરમાં આ બાબતને પ્રતિકાત્મક રીતે દર્શાવવામાં આવી છે. પિતા લગ્નની પાઘડી એક પછી એક જુવાનને શીરે ધરવા કોશિશ કરે છે અને પુત્રી ઈન્કાર પર ઈન્કાર કરે છે. આખરે પુત્રી પોતાના કોમ્પ્યુટરમાં એક વેબસાઈટમાં એક ‘મૂરતિયા’ પર ‘ક્લિક’ કરે છે અને પિતાને સૂચવે છે કે પાઘડી આને માથે બાંધો ! ટૂંકમાં, […]
ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય ને જ ગાય કહોને , અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી આપણી ભાષા ખુબ મીઠી, નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી […]
ધર્મોના ભેદભાવ પર મુસ્તાક ના રહો, સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી, દાણાની સંગે દોરી નું હોવું છે ફરજીયાત, તસ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી. કોઈ કાબા હો કે મંદિર,ભેદ છે સ્થાપત્ય નો, પૂજ્ય થઇ જાય છે પત્થર, આ તો આસ્થાનું કામ છે. કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, અમોને સંકુચિત દ્રષ્ટી તણો ઉત્પાત ખટકે છે. નથીએ ધર્મના, ટીલા કલંકો છે મનુષ્યોના વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે, વિવિધ ફુલો છતાં, હોતો નથી કંઈ ભેદ ઉપવન માં, ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.!!!!! –શૂન્ય […]
તમારે લગ્ન કરવા છે? …. પૂર્વશરતો અને પૂર્વધારણાઓ … તમને સાડીઓના ઢગલા સહેતા આવડે છે? તો કરો…. તમને મેક અપ સાથે સમયની જેમ વહેતા આવડે છે? તો કરો…. તમને સાસુ વહુના ધારાવાહીકો જોતા આવડે છે? તો કરો…. તમને રસોઈ પછી કચરો વાસણ પોતાં આવડે છે? તો કરો…. તમને અખતરા ભર્યા ભોજનો પચાવતાં આવડે છે? તો કરો…. તમને સવાર બપોર સાંજ રાત મનાવતા આવડે છે? તો કરો…. તમને કેશ ચેક અને ક્રેડીટકાર્ડ બચાવતાં આવડે છે? તો કરો…. તમને સાળીઓના ટોળાને હસાવતાં આવડે છે? તો કરો…. તમને ખૂબસૂરત કન્યાઓને “નહીં જોતા” આવડે […]
ફુલો કાગળના વેચાય છે છડેચોકે ભાઈ, સારું કે લેનારે છાંટયું છે અત્તર, બાકી સુગંધની આબરૂનું શું થાત..? જેઠમાં તાપથી તરબતર ઇચ્છા બળી ગઈ, સારું કે એક નાની વાદળી વરસી ગઈ, બાકી વરસાદની આબરૂનું શું થાત…? ખોલી જ નંઇ મે બંધ મુઠ્ઠી,એટલે રહી ગઈ, સામે હાજરી હતી હજોરોની,બાકી આપની આબરૂનું શું થાત…? એ\’ધટના\’ને અકસ્માતમાં ખપાવી દો ભાઈ, સારું કે નિશાન ચૂકયું એમનું. બાકી મિત્રોની આબરૂનું શું થાત…? \’બંધ\’માં એ લોકોની \’મજબુરી\’ભળી ગઈ, જાણે છે પણ,જાગતી નથી, બાકી નેતાની આબરૂનું શું થાત…? સારું કે મળી આવે છે હજીય માણસાઈ, ભીડ થાય છે […]
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતું હોય છે. છે ને કલકોલાહલે આ સાવ મૂગું મૂઢ સમ, એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે! એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો, બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે. એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી, એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે. ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું, શબ્દનું એની કને કૈં ક્યાં ઊપજતું હોય છે!