રાજકોટ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે.આ શહેર આજી નદી નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર તેમજ પાટનગર છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ નં. થી ગુજરાત નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે. રાજકોટ શહેર આજે તેનાં સાંસ્ક્રુતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક,વિકસીત અને સમૃધ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયુ છે. આ શહેરનાં ઈતિહાસની શરૂઆત ઈ.સ.૧૬૧૨ માં ઠાકોર […]
આ મંદિર ગુજરાતમાં વડોદરાથી ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર પાછળ પણ એક વાર્તા છે. ડાકોર જે પહેલા ડંકપુરના નામે ઓળખાતું હતું, ત્યાં એક કૃષ્ણ ભક્ત ભોળાનાથ રહેતો હતો જે દર પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને ભગવાનના દર્શનાર્થે જતો હતો. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના શકાઇ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. ભોળાનાથે બધાને વાત કરી.દ્વારકાના પૂજારીઓને આ એકદમ આવનારા પરિવર્તનથી ખૂબ તકલીફ થઈ.તેમણે એક યુક્તિ આજમાવી કે જો ડાકોરમાં મૂર્તિ લઈ જવી હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ […]
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિજયનગર ગામેગામની મઘ્યમાં દિગમ્બર જૈનમંદિર આવેલ છે. ટેકરીઓ ઉપર અગાઉના રાજયકર્તાનો મહેલ છે.સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં મૈત્રક કાલનાં (૧૦મીથી ૧૫મી સદીના) સાત મંદિરોનો સમૂહ આવેલો છે. અત્યારે આ મંદિર-સમૂહોના જે કાંઈ અવશેષો બચ્યા છે તે જોતાં એ સમયે આ સ્થાપત્યો કેવી ઉચ્ચ કોટિનાં હશે તેનો અંદાજ મળી શકે છે અને અહેસાસ થાય છે. આ મંદિરો પૈકી મંદિર નં. ૭ સિવાયનાં બધાં મંદિર કદમાં નાનાં છે. મંદિર નં.૧ પૂર્વાભિમુખ છે, જંઘાના ગવાક્ષોમાં આવેલાં શૈવ શિલ્પો પરથી આ મંદિર શિવાલય […]
ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા ગામ ભાવનગરથી લગભગ ૫૦ કિ.મી. દૂર છે. તળાજામાં આમ તો ભક્ત નરસિંહ મહેતાનો જન્મ થયો હતો.ભાભીનું મહેણું સહન નહિ થવાથી તે ઘોર જંગલમાં ચાલી નીકળ્યા હતા અને સમુદ્રને કિનારે અપૂજ બાણની પૂજા કરી, તેથી મહાદેવ રાજી થયા અને તેમને હાથ પકડીને દ્વારકા લઈ ગયા હતા. ભગવાને ત્યાં તેમને રાસલીલાના દર્શન કરાવ્યાં હતા. તળાજા ગામ તાલધ્વજ (તળાજા) ગિરિની તળેટીમાં વસેલું છે. આ પર્વત ઝૂલતી પર્વતમાળ જેવો છે.શત્રુંજય પર્વતમાળાનું આ એક શિખર છે.શેત્રુંજી નદીનો પટ,ગોપનાથ મહાદેવનો દ્વીપકલ્પ,સમુદ્રમાં મોજાં દર્શનીય છે.અહીં આવેલી એભલ ગુફા જોવા જેવી છે. ડુંગર ઉપર […]
ધર્મ એટલે કે જે ધારણ કરવાથી કોઈનું અમંગળ ન થાય. જે અણુંને ધારણા કરે છે. તે ધર્મ એટલે ગુણ,લક્ષણ કે સ્વભાવ,ધર્મ માનવીના અંતઃકરણના વિકાસનું ફળ છે. ધર્મ એટલે મનને સંપૂર્ણ વશમાં કરી,ગુલાબી માંથી મુક્ત થઈ માલિક બનવાનું સામર્થ્ય.સાચો ધર્મ હૃદયની કવિતા છે. આ કવિતાને સાક્ષાત્કાર કરતું મંદિર એટલે ગઢડાનું સ્મૃતિ મંદિર. ભાવનગર જિલ્લાના ગઢડા ગામે આવેલા પ્રસિદ્ધ સ્વામિનારાયણના મંદિરનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક શાખા પ્રશાખાના લાખો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ સમાજના તમામ વર્ગના લોકોના આધ્યાત્મિક સામાજિક તથા નૈતિક […]
સૂર્ય મંદિર આ એક એવું નામ છે કદાચ ભાગ્યેજ કોઈ તેનાથી અજાણ હશે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યોની વાત થતી હોય અને સુર્ય મંદિરનું નામ લેવામાં ન આવે તેવું કોઈ કાળે ના બની શકે. એમી માની લો કે સ્થાપત્યોની દ્રષ્ટિએ તેનું નામ સૌથી પહેલું લેવું પડે. કદાચ હાલની દ્રષ્ટિએ બહુ ઓછા લોકો પરિચિત હશે પરંતુ દુનિયાભરમાં તો તે ખૂબ જ પ્રચલિત છે તેના મંદિરને લીધે.સૂર્ય મંદિર ઈ.સ. ૧૦૨૬-૨૭ માં પાટણના મહારાજા ભીમદેવ પહેલાના રાજ્યકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. મોઢેરાનું આ સૂર્ય મંદિર ભગવાન સૂર્યને સમર્પિત કરવામાં આવ્યું છે. મંદિરની દિવાલો […]
માધવપુર સૌરાષ્ટ્રનું દરિયાકિનારે આવેલું મહત્ત્વનું યાત્રાનું કૃષ્ણધામ છે. આ યાત્રાધામ પોરબંદરથી ૪૦ કિલોમીટર દૂર આવેલું છે. આ સ્થળે મલુમતી નદી સમુદ્રને મળે છે. અહીં બ્રહ્મકુંડ છે અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે.એવું કહેવાય છે કે આ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણે રુકિમણીની સાથે લગ્ન કરેલાં. અહીં માધવરાય અને રુકમિણીજી બંનેનાં મંદિરો છે. અહીં દર વર્ષે ચૈત્ર સુદી ૯ થી ૧૩ સુધી ભવ્ય મેળો યોજાય છે. હજારો ભાવિકો આ મેળા દરમ્યાન ભેગા થાય છે. જેમ જૂનાગઢનો ભવનાથનો મેળો તે તરણેતરનો મેળો લોકપ્રિય છે. તેવી જ રીતે માધવપુરનો મેળો પણ લોકપ્રિય છે. મેળા દરમ્યાન આ […]
કચ્છનું કંડલા બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પૉર્ટ છે ને મોટી સ્ટીમરોની આવન-જાવનથી ધમધમે છે. તો ગાંધીધામ અને આદીપુર સિંધથી આવેલા ભાઈઓના વસવાટથી વિકસેલાં છે. આસપાસનો રણપ્રદેશ તેના વિકાસને રૂંધી શક્યો નથી. બન્ની ને ખાવડાના – છેક પાકિસ્તાનની સીમાને અને બીજી બાજુ રાજસ્થાનના રણને સ્પર્શતા-વિસ્તારો સુધી અર્વાચીન વિકાસ-યોજનાઓ પહોંચી ગઈ છે. કચ્છી બોલી તરીકે વિશિષ્ટ રૂપ ધરાવે છે. તેનું સાહિત્ય આગવું છે. એને પોષવા, સંરક્ષવા ગુજરાત સરકારે કચ્છી સાહિત્ય અકાદમીની રચના કરી છે. તે સાહિત્યના પોષણ અને પ્રકાશનની વ્યવસ્થા કરી છે. કચ્છે ગુજરાતને […]
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દસેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર દસમા સૈકાનું છે અને આથી તે કલાપૂર્ણ છે.આ ભૂમિ દેવપાંચલ તરીકે જાણીતી છે.ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ તરણેતર પડયું છે.જેના પ્રાંગણમાં ગુજરાતનો સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે ત્રિનેત્રેશ્વર માટે ઘણી લોક વાયકાઓ પ્રચલિત છે. એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો.અહીં અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું.મંદિરના પ્રાંગણમાં એક કુંડ છે. આ કુંડમાં જ […]
ખેડબ્રહ્માને પુરાણોમાં બ્રહ્મક્ષેત્ર કહેવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાન અને શિવ મહાદેવની મૂર્તિઓ તો બધે છે.પરંતુ બ્રહ્માજીની મૂર્તિ બે જ ઠેકાણે છે.એક તો પુષ્કરકરાજમાં અને બીજી ખેડબ્રહ્મામાં.ખેડબ્રહ્મા અમદાવાદથી પ્રાંતિજ લાઈન ઉપર અમદાવાદથી ૬૪ કિલોમીટર દૂર આવેલું સ્ટેશન છે. પુરાણોમાં એક કથા છે. હરણાવ અને હિરણ્યાક્ષી નદીના સંગમ પર ખેડબ્રહ્મા ગામ છે અને ગામમાં બ્રહ્માજીનું મંદિર છે. મૂર્તિને ચાર મુખ છે અને તેમના વાહન હંસની મૂર્તિ પણ સભામંડપમાં છે. બાજુમાં ક્ષીરજાંબાદેવી અને ભૃગુણનાથ મહાદેવ છે. બ્રહ્માના પુત્ર ભૃગુઋષિએ બ્રહ્મા અને રુદ્રનાં અપમાન કર્યાં હતાં, તેથી તેમને શ્રાપ મળ્યો હતો, તેથી તેમણે હિરણ્યાક્ષી […]