જીવન સાર્થક થયું છે એમ કયારે લાગે? * હેતુ સિધ્ધ થાય ત્યારે. * સ્થિતપ્રજ્ઞતાનો નિરંતર અનુભવ થાય ત્યારે.
જીવન નિરર્થક ગયુ એવો ભાવ કયારે ઊઠે? * હેતુ સિધ્ધ થાય ત્યારે. * અજાયબીભર્યો મનુષ્ય અવતાર મળ્યો હોવા છતાં મન વિષયોમાં જ ડુબેલું રહે અને અંદરનો મેલ દુર કરવાનો પુરુષાર્થ ન થાય ત્યારે.
જીવનને સરખી રીતે સમજવાની શરુઆત કયારે થાય? * મોહ અને મમતાનાં દઢ બંધન ઢીલા થાય ત્યારે.
જીવનને સુધારવું એટલે શું? * તેને દોષોમાથી મુકતકરી સદગુણોથી શોભાવવું.
જીવનનો કયો નિયમ અફર લાગે છે * કર્મનો,વાવે તેવું લણે અને કરે તેવું પામે એ નિશ્ચિત છે. એટલે કશું કરતા પહેલા ખુબ જ જાગ્રત રહેવું જરુરી છે.
જીવનનો ભાર વહેવાની સાનુકુળતા કયારે રહે ? * સન્મિત્રો અને સત્પુરુષોનો સહવાસ હોય ત્યારે. * નિષ્કામભાવે અથવા નિઃસ્વાર્થભાવે તમામ પ્રવૃતિ થતી હોય ત્યારે.
મનુષ્ય શેમા સપડાય છે ? * પ્રેયમાં ? * તત્કાળ સુખમાં. * ક્ષણભંગુર ભોગવટામાં. * બહારના ભભકામાં,દેખાવમાં. * રુપમાં-સૌદર્યમાં. * લોભ-લાલચમાં. * ઇન્ટ્રિયોમના વિષયોમાં.
કયો મનુષ્ય પોતાના પર પ્રભુત્વ પ્રાપ્ત કરી શકે છે ? * જે પોતાના અંતઃકરણ પર અને ઇન્ટ્રિયો પર અંકુશ રાખી શકે છે અથવા જેનૂં જીવન સંયમી છે. * જે લાલચુ અને સ્વાર્થી નથી. * જેનામાં પુરુથાર્થ અને શ્રધ્ધાનો ઉત્તમ સમન્વય થયેલો છે
મનુષ્ય પાપ કયારે કરી બેસે છે ? * આવેશમાં * પૂર્વના અવિચારી કર્મો ફળ આપવા તૈયાર થાય છે ત્યારે. * કોઇને કોઇ કારણસર અન્તઃકરણની સમતુલા ગુમાવી બેસે છે ત્યારે. * મન અને ઇન્ટ્રિયો બહેકી ઊઠે છે અને તેમને નિયંત્રણમાં રાખનારની હાજરી નથી હોતી ત્યારે.
મનુષ્યે કઈ બાબત નાની અથવા નજીવી ન ગણવી ? * પરમાત્માને. * પાપને, * રોગને. * શત્રુને. * અગ્નિને. * ઝેરના ટીપાને.