ઉત્તમ કોને માનવું ? * અનાયાસે આવી મળે તેને.
સૌથી પ્રબળ અગ્નિ કયો? * જ્ઞાનાગ્નિ.
ખરો અંધકાર કયો ? * દષ્ટિની મર્યાદા વધારે. * હ્રદયને મલિન કરે..
આપણામાં સંવદિતા કેમ ટકતી નથી? * સત્ત્વ,રજસ અને તમસ એ ત્રણ ગુણોના ધર્ષણને કારણે.
સારું રહેઠાણ કયું? * જયાં સુખ અને શાંતીથી રહી શકાય તે.
આ જગતમાં સૌથી શુક્ષ્મ શું છે? * જ્ઞાનને સૌથી શુક્ષ્મ કહી શકાય.
કયું મિલન તૃપ્તિદાયક? *સ્વાર્થરહિત મનુષ્યયત્ન અને પ્રભુકૃપાનું મિલન.
કયું આસન પસંદ કરવા જેવું? * જે આસન પર સુખપુર્વક નિરંતર ભગવતચિંતન થઈ શકે. * જે આસનમાં આશ્રયની ચિતા ન હોય.
શેનાં મૂળ ઊડાં જાય તો નુકસાનકારક? * રોગનાં. * શત્રુનાં. * કરજનાં.
સમર્થનું તરી આવે તેવું લક્ષણ કયું? * ક્ષમા.