સાચુ જ્ઞાન કયું?. * જે જ્ઞાન અભેદનું દર્શન કરાવે તે. * પોતે કોણ છે-આત્મા કે શરીર તે જાણી અને તે પ્રમાણે વર્તવું.-અથવા નિત્ય- અનિત્યનો વિવેક કરી નિત્યમાં સ્થિર થવું. * જેવી રીતે શરીરમાં પોતે છે તેમ જ સમષ્ટિમાં પરમાત્મા છે તેમ સમજવું તે સાચુ જ્ઞાન. * પોતાને પોતાની ઓળખાણ કરાવનાર. * માયાના બંધનમાથી મુકત કરનાર. * અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર. * પ્રકાશમાં સ્થિર કરી પરમાત્મા સાથે જોડનાર. * પોતાની,પરમાત્માની,જીવની તથા ચોવીસ તત્વોની ઓળખાણ. * જેમાં જ્ઞાનનું તો નહિ જ પણ અન્ય કોઈ પ્રકારનું અભિમાન હોતું નથી. * સર્વત્ર બ્રહ્મદર્શન.
ભારતીય પ્રજા આટલી દુઃખી છે તેના કારણો કયાં? * ભષ્ટાચાર. * આગેવાનોમાં દંભ અને પાખંડની બોલબાલા. * ધોર પ્રમાદ. * પ્રબળ ઇર્ષાવૃતિ. * બધું ભાગ્યપર છોડી દેવાનું વલણ. * ધનને અપાતું વધુ પડતું મહત્વ. * બેહદ સ્વાર્થવૃતિ. * અશુધ્ધ સાધનો દ્રારા સફળતા પ્રાપ્ત કરનારાઓને અપાતું મહત્વ. * અન્યનું શોષણ કરવાની વૃતિ.
જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું? * જ્ઞાની પરિપકવ થયેલા સ્રિફળ જેવો છે. અને અજ્ઞાની કાચા નાળિયર જેવો . * પાકા નાળિયેરની અંદર કાચલી અને કોપરાનો ગોટો અલગ પડી ગયેલા હોય છે, તેમ જ્ઞાનીની સમજમાં શરીર અને આત્મા ભિન્ન છે. જ્ઞાની શરીર અને આત્મા ને અલગ પાડીને જુવે જીવે છે. * કાચા નાળિયેરમાં કાચલી અને કોપરુ ચોટેલુ હોય છે. અજ્ઞાનીની મનુષ્ય શરીર અને આત્માને જોડાયેલા માને છે. * જ્ઞાની મનુષ્ય શરીર અને આત્માનું તાદાત્મ્ય નથી કરતો; જયારે અજ્ઞાની મનુષ્ય બંનૈ વચ્ચે તાદાત્મ્ય સાધે છે.