ડાયાબિટીસ એક વખત જેને થાય છે. તેને કદી મટતો નથી. એવું આયુર્વેદ ગાઈ વગાડીને કહે છે. એલોપથી તથા હેામિયોપેથી પણ ડાયાબિટીસ સંપૂર્ણરીતે મટી જાય છે. તેવું કયાંય કોઈ કહેતું નથી. અર્થાત્ ડાયાબિટીસ એ એક બહુ કંટાળાજનક રોગ છે. તે મોટે ભાગે વારસાગત હોય છે. ડાયાબિટીસ થયો હોય તેનું જીવન બહુ લિમિટેડ થઈ જાય છે. તેને તેની જીભ ઉપર કંટ્રોલ રાખવો પડે છે. મીઠી વસ્તુ બહુ ભાવતી હોય પણ તે તેની બુંદ સુદ્ધાં ચાખી શકતો નથી. જો તે મીઠી વસ્તુ ખાય તો ડાયાબિટીસ વધી જાય છે. પરિણામે ઈન્સયુલિનમાં ઈન્જેકશન લેવાં પડે […]