વાળની ચમક માટે લાભકારક ઈંડા

વાળની ચમક માટે લાભકારક ઈંડા

– વાળને સુંદર અને ચમકદાર બનાવવા માટે ઈંડા બહુ ઓછા ખર્ચાળ હોય છે. માટે તમારે કાચા ઈંડાનો ઉપયોગ કરવો જોઇએ. – વાસ્તવમાં ઈંડામાં પ્રોટીન જેવા અનેક પોષકતત્વોનો સમાવેશ થાય છે માટે ઈંડાના પ્રયોગથી વાળમાં જીવ રેડાય છે. –  વાળને ચમકદાર બનાવવા હોય તો  આ બધા માટે ઈંડા બહુ ઉપયોગી છે. – ઈંડાથી વાળનું કંડિશનિંગ કરવું બહુ ઉત્તમ ઉપાય છે. આના અનેક ફાયદા છે. આનાથી ન તો વાળને કોઇ નુકસાન પહોંચે છે અને ન તો કોઇ પ્રકારની કોઇ આડઅસર થાય છે. ઈંડાને વાળમાં લગાવવાના ઉપાય – – વાળને સુંદર બનાવવા માટે ઈંડાનો ઘણી રીતે પ્રયોગ કરી શકાય છે. તમે કાચા ઈંડાને તોડી તેના પીળા ભાગ અને ચીકણા પ્રવાહીને બરાબર મિક્સ કરી વાળમાં લગાવી   શકો છો.
– જો તમે મહેંદી લગાવો છો તો તમે મહેંદીમાં પાણીને બદલે ઈંડાનું મિશ્રણ નાંખી શકો છો. આનાથી વાળને પોષણ મળશે. – લાંબા, ઘટ્ટ અને મજબૂત વાળ મેળવવા માટે તમે એરંડીના તેલમાં ઈંડુ નાંખી વાળની માલિશ કરી શકો છો આનાથી વાળનું કિંડિશનિંગ પણ થશે. – વાળ ધોતા પહેલા ઓછામાં ઓછા અડધા કલાક પહેલા ઈંડાનું મિશ્રણ વાળમાં લગાવો. સૂકાય એટલે પાણીથી ધોઇ લો, પછીથી  શેમ્પુ  કરો. આમ કરવાથી વાળ ભરાવદાર,
  ચમકદાર અને મુલાયમ બનશે. – વાળના કંડિશનિંગ માટે તમે દહીં અને લીંબુના મિશ્રણમાં ઈંડાનું મિશ્રણ નાંખી વાળ ધોતા પહેલા 15 મિનિટ અગાઉ લગાવી દો અને પછી સારી રીતે શેમ્પુ કરી દો. આનાથી  વાળનો સારો નિખાર આવશે.
– ઈંડાથી વાળનું કંડિશનિંગ કરવા માટે તમે તેની સાથે માત્ર લીંબુનો રસ ભેળવી વાળની માલિશ કરી શકો છો. – વાળમાં પ્રાકૃતિક ચમક  જાળવી રાખવા માટે ઈંડાની જરદીમાં મધ, લીંબુ, દહીં, બદામનું તેલ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો અને વાળમાં લગાવો. આનાથી વાળને પૌષ્ટિક તત્વો મળશે અને વાળમાં ચમક યથાવત રહેશે

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors