દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૧૨ થી ૨૧
અર્જુન ઉવાચ ।
પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્ ।
પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્ ॥ ૧૨॥
અર્જુન કહે : હે વિભુ ! આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો. આપ સનાતન દિવ્ય પુરુષ, દેવાધિદેવ આદિદેવ, શાશ્વત અને સર્વવ્યાપક છો.વ॥ ૧૨॥
આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા ।
અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે ॥ ૧૩॥
એટલા માટે જ દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ વગેરે દેવર્ષિઓ આપને એ રીતે ઓળખે છે. અને આપ સ્વયં પણ મને એ જ વાત કરી રહ્યા છો.॥ ૧૩॥
સર્વમેતદૃતં મન્યે યન્માં વદસિ કેશવ ।
ન હિ તે ભગવન્વ્યક્તિં વિદુર્દેવા ન દાનવાઃ ॥ ૧૪॥
હે કેશવ ! આપ જે કંઈ મને કહી રહ્યા છો, તે સર્વ હું સત્ય માનું છું. હે ભગવાન ! દેવો અને દૈત્યો પણ આપનું સ્વરૂપ જાણી શક્યા નથી.॥ ૧૪॥
સ્વયમેવાત્મનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ ।
ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે ॥ ૧૫॥
હે પુરુષોત્તમ ! હે ભૂતભાવન ! હે ભૂતેશ ! હે દેવાધિદેવ ! હે જગતપતિ ! આપ સ્વયં આપના સામર્થ્યથી
આપને જાણો છો.(૧૫)॥ ૧૫॥
વક્તુમર્હસ્યશેષેણ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ ।
યાભિર્વિભૂતિભિર્લોકાનિમાંસ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસિ ॥ ૧૬॥
હે મહારાજ ! તમારી અનંત વિભૂતીઓમાંથી જેટલી વ્યાપક, શક્તિશાળી તથા તેજસ્વી હોય, તે બધી મને હવે જણાવો. હે અનંત ! તમારી જે વિભૂતિઓ ત્રણેલોકમાં વ્યાપ્ત થઇ રહી છે, તેમાંથી જે મુખ્ય અને પ્રસિદ્ધ છે તે મને કહો.॥ ૧૬॥
કથં વિદ્યામહં યોગિંસ્ત્વાં સદા પરિચિન્તયન્ ।
કેષુ કેષુ ચ ભાવેષુ ચિન્ત્યોઽસિ ભગવન્મયા ॥ ૧૭॥
હે યોગેશ્વર ! સતત આપનું ચિંતન કરનારો હું આપને કયી રીતે જાણી શકું? હે ભગવન્ ! આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો ? (૧૭)
વિસ્તરેણાત્મનો યોગં વિભૂતિં ચ જનાર્દન ।
ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મેઽમૃતમ્ ॥ ૧૮॥
હે જનાર્દન ! તમારો એ યોગ અને વિભૂતિ મને ફરી વિસ્તારપૂર્વક કહો, કેમ કે મારી અમૃતમય વાણી ગમે તેટલી વાર સાંભળવા છતાં મને તૃપ્તિ થતી નથી.॥ ૧૮॥
શ્રીભગવાનુવાચ ।
હન્ત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ ।
પ્રાધાન્યતઃ કુરુશ્રેષ્ઠ નાસ્ત્યન્તો વિસ્તરસ્ય મે ॥ ૧૯॥
શ્રી ભગવાન કહે : હે કુરુશ્રેષ્ઠ ! હવે મારી પ્રમુખ વિભૂતિઓ હું તને કહીશ કારણ કે મારા વિસ્તારનો અંત નથી॥ ૧૯॥
અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ ।
અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ ॥ ૨૦॥
હે ગુડાકેશ ! સર્વ ભૂતોના અંતરમાં રહેલો સર્વનો આત્મા હું છું. સર્વ ભૂતોનો આદિ,મધ્ય અને તેનો અંત પણ હું છું.॥ ૨૦॥
આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષાં રવિરંશુમાન્ ।
મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી ॥ ૨૧॥
હે પાર્થ ! અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અર્થાત વામન અવતાર હું છું. પ્રકાશવંતોમાં સૂર્ય હું છું.ઓગણપચાસ વાયુદેવતાઓમાં મરીચિ નામનો વાયુદેવ હું છું અને નક્ષત્રોમાં નાક્ષત્રાધીપતિ ચંદ્રમા હું છું. ॥ ૨૧॥