ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦
ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ
શ્રીભગવાન્ ઉવાચ
ઇમં વિવસ્તે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ |
વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેડબ્રવીત્ ॥ ૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ શ્રી ભગવાન બોલ્યા : આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે પોતાના પુત્ર વૈવસ્ત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો. ॥ ૧ ॥
એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુ: |
સ કાલાનેહ મહતા યોગો નષ્ટ: પરંતપ ॥ ૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પરંતપ! આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો; પણ ત્યાર બાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઇ ગયો. ॥ ૨ ॥
સ એવાયં મયા તેડદ્ય યોગ: પ્રોક્ત: પુરાતન: |
ભક્તોડસિ મે સખા ચેતિ રહસ્યં હ્યેતદુત્તમમ્ ॥ ૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ મેં તને કહ્યો છે; કેમકે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલેકે ગુપ્ત રાખવાયોગ્ય વિષય છે. ॥ ૩ ॥
અર્જુન ઉવાચ
અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વત: |
કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ || ૪ ||
ગુજરાતી ભાંષાતર ઃ અર્જુન બોલ્યા : આપનો જન્મતો અર્વાચીન – હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે એટલેકે કલ્પના આરમ્ભે થયેલો છે; તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરમ્ભે સૂર્યને આ યોગ કહ્યો હતો? ॥ ૪ ||
શ્રીભગવાન્ ઉવાચ
બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન |
તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ ॥ ૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ શ્રીભગવાન બોલ્યા : હે પરંતપ અર્જુન! મારા અને તારા ઘણા બધા જન્મો થઇ ચુક્યા છે; એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું . ॥ ૫ ॥
અજોડપિ સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોડપિ સન્ |
પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સમ્ભવામ્યાત્મમાયયા ॥ ૬ ॥
હું અજન્મા અને અવિનાશીસ્વરૂપ હોવા છતાં પણ, તેમજ બધાંય પ્રાણીઓનો ઇશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું ॥ ૬ ॥
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત |
અભ્યુત્થાન્મધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥ ૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃહે ભારત! જયારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલેકે સાકારરૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. ॥ ૭ ॥
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ |
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ॥ ૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃસાધુપુરુષોનો ઉદ્ધાર કરવા માટે,પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક્ રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. ॥ ૮ ॥
જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વત: | ત્યક્તવા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોડર્જુન ॥ ૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃહે અર્જુન! મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે- એમ જે માણસ તત્ત્વથી* જાણીલે છે, તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે. ॥ ૯ ॥
વીતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતા: |
બહવો જ્ઞાનતપસા પૂતા મદ્વાવમાગતા: ॥ ૧૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃજેમના રાગ, ભય તથા ક્રોધ સમ્પૂર્ણપણે નાશ પામી ચુક્યા હતા તેમજ મારામાં અનન્ય પ્રેમભાવે સ્થિત રહેતા હતા, એવા મારે આશ્રયે રહેનારા ઘણાય ભક્તો આ પહેલા પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઇને મારા સ્વરૂપને પામી ચુક્યા છે. ॥ ૧૦ ॥