ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે |
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ || ||૩૦||
ગુજરાતી ભાષાંતરઃ મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય પડવામાં છે, અને મારી બધી ત્વચા માનો આગમાં સળગી ઉઠી છે. હું અવસ્થિત રહેવામાં અશક્ત થઇ ગયો છું, મારૂં મન ભ્રમિત થઇ રહ્યું છે.
નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ |
ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે || ||૩૧||
ગુજરાતી ભાષાંતરઃ હે કેશવ, જે નિમિત્ત છે તેમાં પણ મને વિપરીતજ દેખાય રહ્યું છે, કારણકે હે કેશવ, મને પોતાનાંજ સ્વજનો ને મારવામાં કોઇ પણ પ્રકારનું કલ્યાણ દેખાતું નથી.
ન કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ |
કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા || ||૩૨||
ગુજરાતી ભાષાંતરઃ હે કૃષ્ણ, મને વિજય, કે રાજ્ય અને સુખો ની ઇચ્છા નથી. હે ગોવિંદ, (પોતાનાં પ્રિયજનોની હત્યા કરી) આપણને રાજ્યથી, કે ભોગો્થી, ત્યાં સુધી કે જીવન થી પણ શું લાભ છે.
યેષામર્થે કાઙ્ક્ષિતં નો રાજ્યં ભોગાઃ સુખાનિ ચ |
ત ઇમેઽવસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ || ||૩૩||
ગુજરાતી ભાષાંતરઃ જેને માટેજ આપણે રાજ્ય, ભોગ તથા સુખ અને ધનની કામના કરીએ, તે જ આ યુદ્ધમાં પોતાનાં પ્રાણોની બલિ ચઢવા માટે તૈયાર અહીં ઉપસ્થિત છે.
આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ |
માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સંબન્ધિનસ્તથા || ||૩૪||
ગુજરાતી ભાષાંતરઃ ગુરુજન, પિતાજન, પુત્ર, તથા પિતામહ, માતુલ, સસુર, પૌત્ર, સાળા આદિ બધાજ સંબન્ધિ અહીં ઉપસ્થિત છે.
એતાન્ન હન્તુમિચ્છામિ ઘ્નતોઽપિ મધુસૂદન |
અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે || ||૩૫||
ગુજરાતી ભાષાંતરઃ હે મધુસૂદન. આને અમે ત્રૈલોક્યનાં રાજ ને માટે પણ નહી મારવા ઇચ્છીએ, તો આ ધરતીને માટે તો વાત જ શું, ભલે તે અમને મારી નાખે.
નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાજ્જનાર્દન |
પાપમેવાશ્રયેદસ્માન્હત્વૈતાનાતતાયિનઃ || ||૩૬||
ગુજરાતી ભાષાંતરઃ ધૃતરાષ્ટ્રનાં આ પુત્રોને મારી અમને ભલા શું પ્રસન્નતા પ્રાપ્ત થશે હે જનાર્દન. આ આતતાયીઓને હણીને તો અમને પાપ જ લાગશે.|
તસ્માન્નાર્હા વયં હન્તું ધાર્તરાષ્ટ્રાન્સ્વબાન્ધવાન્ |
સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ || ||૩૭||
ગુજરાતી ભાષાંત માટે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા પોતાનાં અન્ય સંબન્ધિઓને મારવા અમારે માટે ઉચિત નથી. હે માધવ, પોતાનાજ સ્વજનોને મારીને અમને કયા પ્રકારે સુખ પ્રાપ્ત થઇ શકે?
યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ |
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ || ||૩૮||
ગુજરાતી ભાષાંત જો કે આ લોકો, લોભને કારણ જેમની બુદ્ધિ હરાઇ ગઇ છે, પોતાનાજ કુળનાં નાશમાં અને પોતાનાં મિત્રોની સાથે દ્રોહ કરવામાં કોઈ દોષ જોઇ શકતા નથી.