ઓખાહરણ-કડવું-૬૩ (રાગ-રામકલી)
ઓખાનો વિલાપ
મધુરે ને સાદે રે હો, ઓખા રુવે માળિયે રે હો;
બાઇ મારા પિયુને લઇ જાય, મારા વતી નવ ખમાય,
હમણાં કહેશે રે હો, પિયુજીને મારીઆ રે.
બાઇ મારાં પેલાં તે ભવનાં પાપ, બાઇ મારો આવડો સો સંતાપ;
શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટો રે,
હો પડજો સગા બાપને રે.
હારે મારા કંથની કોમળ કાય, એવા તે માર કેમ ખમાય;
આ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડાપણ આવ્યું રે,
હો બાળપણા વેશમાં રે.