રતલામી સેવ
સામગ્રી
ચણાનો ઝીણો લોટ ૫૦૦ ગ્રામ આશરે,
તેલ ૧ કટોરી, પાણી ૧ કટોરી,
સોડા બાયકાર્બ અડધી નાની ચમચી,
મીઠું-મરચું સ્વાદ મુજબ,
હિંગ ચપટી,
એક લીંબુ,
મરી, અજમો અડધી ચમચી,
રીત
અજમાને વાટી લેવો, મરીને પણ ખાંડીને ભૂકો કરી લેવો. હવે તેલ અને પાણી સરખે ભાગે ભેગાં કરીને હાથેથી અથવા મિક્ષરમાં ફીણવા. એકદમ સફેદ \’દૂધિયું\’ તૈયાર થાય તેમાં સોડા અને અડધા લીંબુનો રસ અને એકદમ ઝીણું ચાળેલું સફેદ તીખું મરચાની ભૂકી ઉમેરવી અને તે દૂધિયા પાણીમાં સમાય તેટલો જ ચણાનો લોટ ભેળવવો. મીઠું, મરી, હિંગ વગેરે ઉમેરી મસળવું. સેવનાં સંચાથી અથવા ઝારાથી ગરમ તેલમાં સેવ પાડવી.