ઓખાહરણ-કડવું-૪૫ (રાગ:મારુ)
મહા બળીઓ તે જાગીઓ, તેના બળનો નાવે પાર રે;
હરડું હાક મારી, કીધો છે હોંકાર રે. (૧)
ધમક ધમક ડાકલાં વાગે, ઠારોઠાર રે;
આ તો ન હોય રે, મારા બાપનું ગામ રે. (૨)
દ્વારકામાં વસે, સઘળા વૈષ્ણવ જન રે;
અહો રાત્રી બેઠા કરે છે, ત્યાં સહુ કીરતન રે (૩)
ભજન નારદ કેરા કચરડા, તે હોય અપાર રે;
ભૂત ભૈરવ જોગણી, અસુર કોઈની નાર રે (૪)
ડાકણી છો શાકિની છો, કોણ છો બલાય રે;
ચિત્રલેખા કહે છે વીરા, ખમા ખમાય રે. (૫)