પૌઆ ના ઢોકળા
સામગ્રી:પૌઆ -૨૫૦ ગ્રામ
દહીં – ૨૫૦ ગ્રામ
સ્વાદ મુજબ મીઠું
વાટેલા આદુમરચા
વઘાર માટે
૨ ચમચી તેલ
અડધી રાઈ
પોણો ચમચી હિંગ
થોડી સમારેલી ઝીણી કોથમીર
રીતઃ
પૌઆ ને ધોઈ પાણી નીતરી તેમાં દહીં,વાટેલા આદુ મરચા અને મીઠું નાખી પૌઆ ને હાથે થી મસળવા થાળી માં આ મિશ્રણ ને થેપી દેવું પછી તેને ગરમ થયેલા ઢોકળા ના કુકર માં ૧૦ મિનીટ માટે બાફો ઠંડા પડે એટલે કટકા કરી ઉપર વઘાર કરી દેવો પછી ઉપર કોથમીર નાખી પરોશો.