આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો?
* જેની ઇચ્છાઓનો લય થઈ ગયો હોય.
* જે બાહ્ય વસ્તુઓ પર ખપ પુરતું જ અવલંબન રાખે અથવા જે વધુને વધુ આત્મનિર્ભય સ્થિત ભણી અવિરત ગતિ કરી રહ્યો હોય.
* જે કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ કે સંધર્ષોથી પર હોય,પ્રત્યાધાતોથી મુકત હોય.
* જે સુખમાં ગૌરવ કરે નહી અને દુઃખમાં વિહવળ થાય નહી;બંને સ્થિતિમાં સમતા ધારણ કરે.
* જેનો રાગ-દ્રેષ શમી ગયા હોય.
* જે સહજ અને અવાભિવિક જીવન જીવે.