ચિત્ર જોઈ ઓખા વિહવળ બને છે (રાગ-ઢાળ)
ઓખાહરણ-કડવું-૩૯
ચિત્રલેખાના હાથમાંથી, પેલું લખિયું પૂતળું જેહ;
પ્રેમ આણી ઓખાબાઇએ, ઝુંટી લીધું તેહ.
કરમાં લઇને કામની, કાંઇ દે છે આલિંગન;
માળિયામાં મેલી ચાલ્યા, પ્રાણતણા જીવન.
આણિવાર હું નહિ જાવા દઉં, મેં ઝાલ્યો છેડો;
મારા પિયુજી પરવરો તો, મુજને જલદી તેડો.
ચિત્રલેખા એણીપેર બોલી, સજોડે છે જોડ;
તે તો પહોડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે.