* જંગલી ઢેલ ૨૫ માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
* સિંહને જડબાંમાં ત્રીસ દાંત હોય છે.
* કેટ ફીશ ૨૭,૦૦૦ જેટલા જુદાં જુદાં સ્વાદોને પારખી શકે છે.
* પ્રાણીજગતમાં કાચબો સૌથી વધુ આયુષ્ય ધરાવે છે.
* રીંછને ૪૨ જેટલા દાંત હોય છે.
* હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિ તરીકે ઓળખાતું આઈરિશ ડિયર ૭,૭૦૦ વર્ષ અગાઉ લુપ્તપ્રાય થઈ ગયું.
* દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં ચાર ફૂટ લાંબી એક ગરોળી છે. જે ઝેરી નથી.
* સસલું ઊંચાઈ પર ચડતી વખતે એક જ વખતે ચાર મીટર સુધીનો ઊંચો કૂદકો મારે છે.
* બધી જાતના કરોળિયામાં જાળાં ગૂથવાની ગ્રંથિઓ હોય છે.પરંતુ બધાં કરોળિયા જાળાં નથી ગૂંથતા.
* મચ્છર ફક્ત પોતાના પ્રજનનકાળ દરમિયાન જ આપણું લોહી ચૂસે છે.
* મચ્છરો સૌથી વધુ વાદળી રંગથી આકર્ષાતા હોય છે. મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે વાદળી રંગનો ઉપયોગ ટાળવો.
* સર આઈઝેક ન્યૂટને તેમના સંસદના કાર્યકાળ દરમિયાન માત્ર એક જ વાર શબ્દો ઉચ્ચાર્યા હતા અને તે પણ સંસદગૃહની બારી ખોલવા માટે તેમણે કરેલી વિનંતી હતી.
* ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે, હજુ પણ પૃથ્વીના પેટાળમાં એકતાલીસ હજાર ટન સોનું સંગ્રહાયેલું છે.
* એલિઝાબેથ પહેલાએ તેમની આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન પહેર્યાં હતાં.
* રાષ્ટ્રભાષા અંગ્રેજી ન હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે.
* ઇતિહાસની સૌથી નાની લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર સ્વીકારી હતી.
* \’ટોમ સોયર\’ નવલકથા લખવા માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો ઉપયોગ થયો હતો.
* પાંપણનું મહત્તમ આયુષ્ય પાંચ મહિના હોય છે.
* ભારતના ઇતિહાસમાં શાસન કરનાર પ્રથમ મુસ્લિમ મહિલા રઝિયા (સુલતાન) બેગમ હતી.
* ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ઈ.સ. ૧૯૩૫માં થઈ હતી.
* ન્યૂ યોર્કમાં આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ર્ટિમનલ રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી વિશાળ રેલવે સ્ટેશન છે.