આંતરીકશક્તિ ખીલવવા મનુષ્યે કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે?
* બ્રહ્મચર્ય.
* અંદરની શક્તિઓને ઓળખી તેનો યોગ્ય સમયે અને ઉચિત સ્થાને ઉપયોગ કર્યા કરવાથી તે વિકસે છે જે શક્તિઓ વપરાતી નથી તે કાળાંતરે લિપ્ત થઈ જાય છે.
*પોતાની શક્તિઓ પર શંકા લાવવી નહિ.
*શક્તિઓને માત્ર સ્વાર્થ ખાતર નહિ;પર પરમાર્થ કાજે ઉપયોગ કર્યા જ કરવો.
*શુભ કાર્યોમાં પ્રોત્સાહન આપે એવા સંબંધીઓનો અને મિત્રોનો સહવા સ રાખવો.
*અન્યનું અનુકરણ કરવાને બદલે પોતાની જાતને સમજવાની વધુ કોશિષ કરવી.
*એવા જ્ઞાની અને અનુભવી પુરૂષોનો સંત્સગ અને સહવાસ કરવો જેથી આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનું ભાન થાય અને વિકસાવવાની તાલાવેલી જાગે.