માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે અને ભુજથી લગભગ ૬૦ કી.મી નાં અંતરે આવેલું છે.
માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. અહિંનો સુંદર સાગર કીનારો, ૨૦ જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદીર જોવાલાયક છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. બ્રીટીશ રાજ્યના જમાના નો વિજયવિલાસ મહેલ પણ જોવાલાયક છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.
માંડવી શહેર જૈનધર્મના ભવ્ય શહેર તરીકે પણ જાણીતું છે. અહીં ૭૨ જિનાલયો છે. તો માંડવીનું શિપિંગયાર્ડ પૈકીનું એક છે, જ્યાં જહાજો બને છે. દરિયાકાંઠા પરથી પવનચક્કીઓ જોવા જેવી છે. કચ્છ, ગુજરાતના તળ પ્રદેશથી કંઈક છેટો, દૂરનો-વિખૂટા જેવો લાગતો પણ ગુજરાતનો જ અંગભૂત વિસ્તાર છે. તેની આગવી સંસ્કૃતિ-આગવો ઈતિહાસ – પણ ગુજરાતનાં જ સમૃદ્ધ પ્રકરણો છે. એક પાસ સાગર અને બીજી પાસ રણ, વચ્ચેની જમીનની સાંકડી નાળથી ગુજરાત સાથે નાળ-સંબંધ જાળવી રાખે છે.