સામગ્રી :
નાળિયેર : અડધું છીણેલું (ફક્ત સફેદ ભાગ)
દૂધ : અડધો કપ
ઘી : ૧ ચમચી
ગુલાબજળ : ૩ ચમચા
સાકર : ૧ કપ
બદામ : ૨ ચમચા (છોલીને સમારેલી.).
રીત :
પ્રથમ નાળિયેરનું છીણ, સાકર, ગુલાબજળ, ઘી અને દૂધ ભેગાં કરી કડાઈમાં ધીમા તાપે સીજવો. એકસરખું હલાવતાં રહેવું. જ્યાં સુધી મિશ્રણ બરાબર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી હલાવતાં રહેવું. પછી એક થાળીમાં અથવા સાફ આરસપહાણના પથ્થર ઉપર ઘી લગાવી મિશ્રણને જાડું પાથરી દો. તેના ઉપર બદામ છૂટી છૂટી છાંટો અને પછી તેના જોઈએ તે માપના ચોરસ ટુકડા કરો.