ઓછા નથી હોતા!
માણસ જુએ છે દુઃખના દરિયા.
પણ સુખના ઝરણાંય ઓછા નથી હોતા.
કોઇક કડવું બોલેને કોઇક મીઠું બોલે.
હોઠ બોલે તો ઠીક છે,બાકી નેણનાં
વેણ કંઇ ઓછા નથી હોતા.
કયાં થાય છે આપણી મરજીનું.
ને કદીક થાય તો ઠીક છે બાકી,
ખોટા સપનાંય કંઈ ઓછા નથી હોતાં.
અજીબ છે દુનિયાને અજીબ છે લોક,
સમજી શકો તો ઠીક છે,
લોકો દેખાય એટલા ભોળા નથી હોતાં.
મળે જો સાચી મુહબ્બત,તો ઠીક છે,
જગતમાં દગા દેનારા ઓછા નથી
હોતાં.
જવું છે એની પાસે હસતાં ને કયારનાય
કાપું છું રસ્તા,
પણ સમજાય છે કે રસ્તાય કંઈ ઓછા
નથી હોતા.
ગિરિરાજસિહ વાધેલા