મકાઇનાં ભજિયાં
સામગ્રીઃ મકાઇના દાણા ૨૫૦ ગ્રામ, ચણાનો લોટ ૨૫૦ ગ્રામ, ૧૦૦ ગ્રામ સિંગ તેલ, મીઠું, લાલ મરચું, હિંગ, અજમો, કોથમીર જરૂર પ્રમાણે.
રીતઃ- મકાઇના દાણાને પથ્થર પર બારીક વાટો. ચણાના લોટમાં પાણી ઉમેરી તેમાં મીઠું, લાલ મરચું, હિંગ, કોથમીર વગેરે નાંખી પૂરૂં હલાવો, કડાઇમાં તેલ નાંખીનાનાં-નાનાં ભજિયા ઉતારો. ગરમ-ગરમ મકાઇનાં ભજિયા ચટણી કે ટામેટાનાં સોસ અથવા અથાણાના રસા સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.