પરિચય :
આમલીનો ઉપયોગ પ્રત્યેક ઘરમાં કોઇને કોઇ રીતે થતો જ હોય છે. આમલી નવી કરતાં થોડા મહિનાની જૂની હોય તો વધુ સારું.
ગુણધર્મ :
આમલી અત્યંત ખાટી, ગ્રાહક, ઉષ્ણ, રુચિકર, અગ્નિદીપક, મધુર, સારક, હ્રદ્ય, ભેદક, મળને રોકનાર, રુક્ષ અને બસ્તિરોચક છે. તે ઉપરાંત વ્રણદોષ, કફ, વાયુ અને કૃમિની નાશક છે.
ઉપયોગ :
આમલી પ્રમાણમાં થોડી ખાવી. તે અતિ ખાટી હોવાથી સાંધા પકડાવાની તકલીફ થઇ શકે; પરંતુ થોડા પ્રમાણમાં કયારેક ખાવાથી મુખશુદ્ઘિ થાય છે. ખાદ્ય પદાર્થોમાં આમલી ઉમેરવાથી તે વધુ રુચિકર અને સ્વાદિષ્ટ બને છે. જોકે આમલીથી ખાસ કોઇ ફાયદો થતો નથી. તે રુચિને વધારે છે વધારે છે એટલું જ. આથી સમજીને મર્યાદામાં તેનો ઉપયોગ કરવો.