પરમાત્માંની હાજરી કયાં છે ?
* અંતરચક્ષુ ઊધડે તો અત્ર, તત્ર, સર્વત્ર.
* જયાં ભોગની રુચિ નથી.
* જયાં સંગ્રહ પ્રત્યે આસક્તિ નથી
ઇશ્વર કોના પર અનુગ્રહ કરે છે ?
* સ્વાર્થરહિત વ્યકિત પ્રત્યે.
* જેના મનના વેગ અથવા વિષયો શાંત થઈ ગયા છે ?
* જેણે શુભ કર્મો જ કરવાનો સંકલ્પ કર્યો છે.
* જે એકાગ્રતાથી તેની સાથે સંબંધ જોડે છે.
* જે સરળ છે, નમ્ર છે,શ્રદ્દાવાન છે અને અહંભાવથી રહિત છે.
ભગવાન સજજનોને પણ શા માટે ટપલાં મારે છે ?
* સાચી વસ્તુની સ્મુતિ રહે તે માટે.
* તેમનું ધડતર કરવા.
* કર્મો ખપાવવા.
* પોતાની વધુ સમીપ લેવા.