પરિચય :
તમાલવૃક્ષનાં પાંદડાંને \’તમાલપત્ર\’ કહેવાય છે. તમાલવૃક્ષનાં પાંદડાં તજ વૃક્ષનાં પાંદડાં જેવાં જ હોય છે. તેના ગુણ પણ લગભગ એકસરખા જ છે.
ગુણધર્મ :
તમાલપત્ર મધુર, તીક્ષ્ણ, કિંચિત્ ગરમ અને લઘુ હોય છે. તે તજા ગરમી, કફ અને પિત્તની તકલીફ મટાડે છે. આંતરડાંમાંના આમપ્રકોપનું શમન કરે છે અને કફપ્રધાન રોગોમાં ફાયદો કરે છે. તે પાચનતંત્રના રોગોમાં પણ ઉપયોગી છે. વારંવાર થતી ઝાડાની તકલીફમાં તે સારો ફાયદો કરે છે. ગર્ભાશયની તકલીફોમાં પણ તે ઉપયોગી છે. ગર્ભાશયનું સંકોચન કરવામાં તે મદદરૂપ થાય છે. ગર્ભસ્ત્રાવ અને ગર્ભાપતનની તકલીફમાં પણ તે ફાયદો કરે છે. આમ, તમાલપત્ર ગર્ભાશયની શિથિલતા દૂર કરી તેને મજબૂતી આપે છે.