સામ પિત્રોડા : ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્રેના પિતામહ સામ પિત્રોડા
ભારતમાં ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્રની ઘણા લાંબા સમયની મંદતા અને તેની સામે પડેલ અનેકવધ ટૅકિનકલ રુકાવટોને ચપટીમાં દૂર કરી ગણત્રીનાં વર્ષોમાં જ સમગ્ર ભારતમાં ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્રે અદભુત ક્રાંતિ સર્જનાર સામ પિત્રોડાનો જન્મ : ઇ.સ. ૧૯૪૨માં
ગુજરાત રાજયના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકામાં થયો છે. તેઓ એક ખૂબ જ સામાન્ય કુટુંબમાં અને સત્યભાઇ સુથારના સામાન્ય નામ સાથે જન્મેલા. નાનપણથી જ તેઓ અભ્યાસમાં તેજસ્વી હતા અને તેમનામાં રહેલા વિજ્ઞાની જીવે તેમને ટૅકિનકલ ક્ષેત્રમાં અસામાન્ય શોધખોળ કરવા પ્રેર્યા.