સામગ્રીઃ
૨૫૦ગ્રા. લીલા ચણા,
૨૫૦ગ્રા. બટાટા,
૧૦૦ ગ્રા. ટમેટા,
૧ કપ દહીં,
૨ ચમચી ચણાનો લોટ,
કોથમીર, તજ, લવિંગ,
મરચું, મીઠું.
રીતઃ
ચણાને બાફો, બટાટાને બાફીને સમારો.તપેલીમાં ઘીનો વઘાર મૂકી, ચણા અને બટાટાને વઘારી, તેમાં દહીં, ચણાનો લોટ તથા ઉપર મુજબ મસાલો નાખો.બરાબર ઉકાળી છેલ્લે ઝીણા સમારેલ ટમેટા તથા કોથમીર નાખો.
પોષકતાઃ
આમાં ૬૦૦ કેલરી છે. અન્નાહારમાં પ્રોટીનના ઊણપની મોટી ફરિયાદ છે, તે પૂરવા રોજ પૂરતાં પ્રમાણમાં કઠોળ સેવાં જોઈએ. પ્રોટીન આપણા જીવનનું આધારસ્તંભ છે. ચણામાં પ્રોટીનનું વિપુલ પ્રમાણ છે.