સામગ્રીઃ
૫૦૦ગ્રા. દૂધી,
ધાણાજીરું, મીઠું,
સંચોરો, હિંગ,
આદું, મરચાં,
હળદર, ખાંડ,
જીરું, તેલ, મરચું
રીતઃ
દૂધીને ધોઈ, છાલને સમારો.એક તપેલીમાં તેલ- જીરું- હિંગનો વધાર મૂકી કટકા વઘારી દો.મીઠું- મરચું- હળદર- સંચોરો, આદું – મરચાં ને પાણી નાખી ચઢવા દો.ચઢી જાય પછી ખાંડ અને ધાણાજીરું નાખી થોડીવાર રહેવા દઈ નીચે ઉતારી લો.
પોષકતાઃ
આમાં ૩૫૦ કેલરી છે. દૂધીના શાકમાં કેલરી ખૂબ ઓછી હોવાથી તેમજ સહેલાઈથી પચી જતું હોવાથી સ્થૂલ શરીરવાળી વ્યકિતઓ તથા ડાયાબીટીસવાળાને અનુકૂળ છે.