સામગ્રી (શાક):
ગુવાર ૫૦૦ ગ્રામ,
તેલ ૪ ચમચા,
ખાંડ ૪ ચમચા,
હળદર, ધાણાજીરું પ્રમાણસર,
હિંગ પ્રમાણસર,
અજમો ૨ ચમચી,
સોડાબાઈકાર્બ અડધી ચમચી,
મીઠું પ્રમાણસર,
લાલ મરચું ૨ ચમચી.
સામગ્રી (ઢોકળી):
ચણાનો લોટ ૨૫૦ગ્રામ,
ઘંઉનો લોટ ૫૦ ગ્રામ,
તેલ ૪ ચમચા,
ધાણાજીરું ૧ ચમચી,
લાલ મરચાંની ભૂકી ૨ ચમચી,
હળદર અડધી ચમચી,
મીઠું પ્રમાણસર,
હિંગ પ્રમાણસર.
સુશોભન માટેઃ
કોપરાનું છીણ ત્રણ ચમચા,
ઝીણી સમારેલી કોથમરી ૨ ઝૂડી.
રીતઃ
ઢોકળીની બધી સામગ્રી ભેગી ભાખરી કરતા સહેજ ઢીલી અને રોટલી કરતાં સહેજ કઠણ કણક બાંધવી. પછી તેના નાના નાના લૂવા પાડીને તેની ઢોકળી વાળવી. પછી એક તપેલીમાં તેલ ગરમ મૂકવું. તેલ ગરમ થાય એટલે અજમા અને હિંગનો વધાર કરવો. પછી તેમાં સમારેલો ગુવાર નાખી જોઈતા પ્રમાણમાં પાણી નાખી. સોડા નાખી ગેસ પર મધ્યમ તાપે ચડવા દેવું. ગુવાર અધકચરો ચડે એટલે ઢોકળી તેમાં નાખી દેવી અને ધીમે તાપે તેને ખદખદવા દેવી. પછી ઢોકળી ચડી રહે એટલે તેમાં બધો મસાલો નાખવો અને દસેક મિનિટ પછી તેને નીચે ઉતારી લેવું. પછી તેમાં કોપરાનું છીણ અને કોથમીર ભભરાવવાં.