પરિચય : ઓથમીજીરું (સ્નિગ્ધ જીરક, ઈસબગોલ) મૂળ મિસર દેશનું વતની, હાલ ગુજરાતના ઊંઝા-મહેસાણા જિલ્લામાં તેની મોટા પાયે ખેતી થાય છે. એને ઊમતું જીરું કે ઘોડા જીરું પણ કહે છે. તેના છોડ એક ફુટની ઊંચાઈના, પાન-ચપટા, લાંબા અને અણીદાર થાય છે. તેની પર ઘઉંની જેવી ઉંબીઓ (ડૂંડા) થાય છે. તેમાં નાના હોડકા જેવા નાનાં, લાલ ભૂરા રંગના બી થાય છે. તેના આંતર્ગોળ ભાગમાં સફેદ પાતળું પડ, ભૂસીરૂપે અલગ કરાય છે. તેને જ ઈસબગુલ કે ઇસબગોળ કહે છે. જે આજકાલ ઝાડા-મરડાના દર્દમાં વૈદકમાં ખૂબ મોટા પાયે વપરાય છે. ઈસબગુલના દાણા પાણીમાં નાખવાથી તે ફૂલી જઈ, ચીકણો લુઆબ બને છે. ભારત લાખો મણ ઈસબગુલ ભૂસીની નિકાસ કરે છે. ઓથમીજીરા કરતાં, તેની ભૂસી (ઈસબગુલ) જ દવા તરીકે ખાસ વપરાય છે. ગુણધર્મો : ઈસબગુલ/ઓથમીજીરું બંને શીતળ, ચીકણાં, મધુર, સ્નિગ્ધ, થોડા વાયુકર્તા, કફ – પિત્ત અને આમદોષહર, મૂત્રલ, શામક અને તાવ, ઝાડા, મરડો, લોહીના ઝાડા, કબજિયાત, અતિ માસિકસ્ત્રાવ, શુક્રપ્રમેહ, ઊલટી, તૃષા, વીર્યધાતુની ગરમી તથા પાતળાપણું, સ્વપ્નદોષ, બહુમૂત્રતા, સૂકો (ગરમીનો) દમ, કબજિયાત, રક્તસ્ત્રાવ, તાવ સાથેના ઝાડા જેવા ગરમીના અનેક દર્દો મટાડે છે. તે દૂધ, સાકર, પાણી કે છાશ સાથે ૧ થી ૨ ચમચી પ્રમાણમાં લઈ શકાય છે. આંતરડા-હોજરીના ચાંદા રૂઝાવવામાં તે અકસીર છે. ઔષધિ પ્રયોગ : (૧) જંતુજન્ય મરડો : ઈસબગુલ ભૂસી, ઇંદ્રજવ અને કડાછાલ ચૂર્ણ સાથે (૫ ગ્રામ) સવાર-સાંજ લેવું.
(૨) ગરમીના દોષથી થતી કબજિયાત, આંતરડાની ગરમી, ચાંદા, મરડામાં ઈસબગુલ ભૂસી દૂધ કે છાશ સાથે લઈ શકાય.
(૩) સ્વપ્નદોષ, વીર્યની ગરમી તથા પાતળાપણું : ઈસબગુલ ભૂસી ૧-૧ ચમચી મીઠા દૂધમાં સવારે – સાંજે રોજ લેવું. ગરમ ખોરાક બંધ કરવો.
(૪) ગરમીથી થતા સૂકા દમ-શ્વાસ રોગમાં ઈસબગુલ ૪-૫ માસ સુધી મીઠા દૂધ સાથે નિત્ય લેવાથી દમ મટે છે.
(૫) આંતરડાનાં દર્દો : ઈસબગુલ રાતે પાણી કે દૂધમાં પલાળી તેમાં સવારે સાકર નાખી રોજ પીવાથી તાવ સાથેના ઝાડા, લોહીના ઝાડા, જૂના ઝાડા, લોહીના હરસ, પ્રમેહ, દાહ, વારંવાર પેશાબ જવું વગેરે મટે છે.
(૬) જૂની કબજિયાત : ઈસબગુલ મીઠા દૂધ સાથે રોજ રાતે પીવું. ખાસ કરી આમ કે ગરમીથી થતી કબજિયાત મટે છે. જેમને દૂધ માફક ન આવતું હોય તે દહીં, છાશ કે પાણી સાથે ઈસબગુલ લઈ લાભ ઉઠાવી શકે છે.
(૭) બહેનોને થતો વધુ પડતો માસિક સ્ત્રાવ, લાલ પેશાબ, લોહીના ઝાડા, લોહીવા, જેવા દર્દોમાં ઈસબગુલનો હિમ કે ફાંટ ખાંડ મેળવી રોજ લેવાથી લાભ થાય છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....