બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં …
કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા …
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં …
સાચું છે એ સચરાચર છે, સાચુ છે એ અજરામર છે,
સાચું છે એ પરમેશ્વર છે …
પણ ચો ધારે વરસે મેહૂલીયો તો, મળે એક ટીપામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં …
રામનું સ્વાગત કરતાં ઋષિઓ, જાપ જપંતા રહી ગયા,
એઠા બોરને અમર કરીને, રામ શબરીના થઈ ગયા,
નહીં મળે ચાંદી-સોનાના અઠળક સિક્કામાં,
નહીં મળે એ કાશીમાં કે નહીં મળે મક્કામાં,
પણ નશીબ હોય તો મળી જાય એ તુલસીના પત્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં …