૧ ભૂતાત્મા = પ્રાણી માત્રના અંતરાત્મા રૂપ
૨ ભૂતભાવના = સર્વ પ્રાણીઓના જન્મદાતા તથા ભોગ્ય પદાર્થો અર્પણ કરીને તેની વૃધ્ધિ કરનાર
૩ પૂતાત્મા = પવિત્ર આત્માવાળા
૪ યોગવિદાનેતા = યોગવેત્તા પુરુષોના પણ નેતા
૫ કેશવ = કે એટલે બ્રહ્મા અને ઇશ એટલે મહાદેવ, એ બંને જેમને વશ છે એવા
૬ સર્વ = વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ જાણનાર
૭ શર્વ = પ્રલય કાળે સર્વનો નાશ કરનારા
૮ સ્થાણુ = અચલ, સ્થિર
૯ ભાવ = સર્વ ભક્તોને ફળસિધ્ધિ આપનારા
૧૦ સ્વયંભૂ = પોતાની મેળે જ ઉત્તપન્ન થનાર
૧૧ ધાતા = શેષનાગ રૂપે આખા જગતને ધારણ કરનારા
૧૨ હ્મષીકેશ = સર્વ ઈન્દ્રિયોના નિયંતા
૧૩ કૃષ્ણ = કેવળ આનંદમૂર્તિ
૧૪ પદ્મનાભ = નાભિમાંથી બ્રહ્મ ઉત્પત્તિ સ્થાન રૂપ કમળને ધારણ કરનારા
૧૫ સ્થવિર = અત્યંત પુરાતન, સનાતન
૧૬ પ્રભૂત = જ્ઞાન ઐશ્વર્ય વગેરે સંપન્ન
૧૭ માધવ = મા એટલે લક્ષ્મી તેના પતિ રૂપ
૧૮ પરંમંગલ = અત્યંત મંગળ સ્વરૂપ
૧૯ સુરેશ = સર્વ દેવના ઈશ્વર
૨૦ શર્મ = કેશવ કલ્યાણમૂર્તિ
૨૧ અજ = અજન્મા
૨૨ વસુમના = ઉદાર મનવાળા
૨૩ પુંડરીકાક્ષ = કમળ જેવા નેત્રવાળા, સર્વના હ્મદય કમળમાં વસનારા
૨૪ રુદ્ર = જગતના સંહાર સમયે પ્રાણીમાત્રને રડાવનાર
૨૫ બભ્રુ = સર્વ લોકોનું પોષણ કરનારા
૨૬ વિશ્વયોનિ = આખા વિશ્વના ઉત્પત્તિ સ્થાનરૂપ
૨૭ શુચિશ્રવા = પવિત્ર યશવાળા
૨૮ મહાતપા = જેમની ઈચ્છા શક્તિથી સ્વયં વિશ્વ ઉત્પન્ન થાય છે તે
૨૯ વેદવિત = વેદોનું મનન કરનારા
૩૦ ચતુરવ્યૂયુહ = મન, બુધ્ધિ, ચિત્ત તથા અહંકાર આ ચાર તત્વોમાં અનુક્રમે વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુધ્ધ તથા સંકર્ષણ રૂપે નિવાસ કરનારા
૩૧ પુનવર્સુ = જીવ સ્વરૂપે વારંવાર શરીરમાં નિવાસ કરનારા
૩૨ પ્રાંશુ = બલિરાજા પાસેથી ત્રણ પગલાં લેતી વખતે ઉજાત સ્વરૂપ ધારણ કરનારા
૩૩ ગોવિંદ = રસાતળમાં પેસી ગયેલી ગો અર્થાત પૃથ્વીનો વરાહના સ્વરૂપથી ઉધ્ધાર કરનાર
૩૪ ગોવિંદાપતિ = વેદશાસ્ત્ર જાણનારા ઋષિઓનાપણ પતિ
૩૫ મરીચિ = સર્વ કિરણોના પણ કિરણરૂપ
૩૬ હંસ = સંસારરૂપી બંધનનો નાશ કરનારા, બ્રહ્માને વેદ જણાવવા હંસરૂપ થયેલા
૩૭ સુપર્ણ = ગરુડ પક્ષીરૂપ
૩૮ વિશ્રુતાત્મા = જેમનું સ્વરૂપ જ્ઞાન વડે પ્રસિધ્ધ છે તેવા
૩૯ સ્રગ્વી = વૈજયંતીમાળા ધારણ કરનારા
૪૦ વાચસ્પતિ = વાણીના પતિ
૪૧ અગ્રણી = મુમુક્ષોને ઉત્તમ સ્થાનમાં લઇ જનારા
૪૨ ગ્રામીણ = સર્વ પ્રાણી સમુદાયના નેતા
૪૩ શ્રીમાન = શોભા સંપન્ન
૪૪ વહિન્ = અગ્નરૂપ
૪૫ અનિલ = વાયુરૂપ, નિત્ય જાગ્રત
૪૬ ધરણીધર = શેષ
૪૭ સહસ્ત્રમૂર્ઘા = હજારો માથાવાળા
૪૮ વૃષભ = ભક્તો પર કૃપા દ્રષ્ટિ દાખવનારા
૪૯ વિભુ = બ્રહ્મ વગેરે અનેક રૂપે રહેનારા
૫૦ સિદ્ધાર્થ = જેના મનોરથો હંમેશાં સફળ થાય છે તે
૫૧ વૃષપર્વા = જેમના સ્થાન પર ચઢવા ધર્મ એ જ પગથિયાં છે તેવા
૫૨ વર્ધમાન = સંસાર રૂપે વૃધ્ધિ પામનારા છતાં તેનાથી વિરક્ત રહેનારા
૫૩ અચ્યુત = સર્વ વિકારોથી રહિત
૫૪ અપાંનિધિ = સમુદ્રરૂપ
૫૫ ઉદ્ ભવ = પોતાની ઇચ્છા અનુસાર જન્મ લેનારા
૫૬ સ્કંધ = અમૃત રૂપે ગમન કરનારા તથા વાયુરૂપે શોષનારા
૫૭ વાસુદેવ = સર્વ જગતમાં વ્યાપક, સર્વથી પૂજાતા
૫૮ તાર = ગર્ભ – જન્મ, જરા અને મૃત્યુ રૂપી ભયમાંથી મુક્ત કરનારા
૫૯ શતાવર્ત = ધર્મના રક્ષણ માટે અનેક જન્મ ધારણ કરનારા
૬૦ ગરુડધ્વજ = ધ્વજમાં ગરુડનું ચિહ્નન ધારણ કરનારા
૬૧ ભીમ = જેમનાથી સમગ્ર જગત ભયભીત રહે છે તે
૬૨ સમયજ્ઞ = જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયના સમયને જાણનારા
૬૩ દામોદર = યશોદાએ જેમને દોરડાથી બાંધ્યા હતા તે, નામરૂપાત્મક જગત જેના ઉદરમાં – પેટમાં રહેલું છે તે
૬૪ પરમેશ્વર = જેમની લીલા શ્રેષ્ઠ છે તે
૬૫ સ્વાપન = આત્મજ્ઞાનરહિત વ્યક્તિને સુવડાવી દેનારા
૬૬ સંભોનિધિ = દેવો, મનુષ્યો, પિતૃઓ તથા અસુરો આ સર્વના નિવાસસ્થાનરૂપ
૬૭ કૃષ્ણ દ્વૈપાયન = વ્યાસરૂપે જેણે જન્મ લીધો છે તે
૬૮ મહામના = પોતાના મનથી જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ કરનારા
૬૯ પરમેષ્ઠી = પ્રત્યેકના હ્મદયરૂપી આકાશમાં સ્થિતિ કરીને રહેનારા
૭૦ પ્રદ્યુમન = પુષ્કળ દ્રવ્યવાળા
૭૧ તીર્થકર = ચૌદ વિદ્યાઓના સ્રષ્ટા
૮૪ ઉદુંબર = હ્નદયરુપી આકાશમાં પ્રગટ થનાર, અન્ન વગેરેથી જગતનું પોષણ કરનારા
૮૫ ધનુર્ધર = શ્રી રામ રૂપે ધનુર્ધારી
૮૬ ભૂર્ભૂવો = પૃથ્વી તથા સ્વર્ગની શોભારૂપ
૮૭ આધાર નીલય = પૃથ્વી,, પાણી, પવન, અગ્નિ, આકાશ એ પંચ મહાભૂતોના પણ આધાર રૂપ
૮૮ પ્રજાગર = નિત્ય જાગ્રત રહેનારા
૮૯ પ્રણવ = ઓમકાર રૂપ
૯૦ પ્રમાણ = પોતાના અસ્તિત્વમાં પોતે જ પ્રમાણભૂત
૯૧ યજ્ઞભૂત = યજ્ઞના રક્ષણકર્તા
૯૨ અન્નમ્ = અન્નરૂપ
૯૩ વૈખાન = પાતાળમાં વસી રહેલા, હિરણ્યાક્ષનો વધ કરવા માટે વરાહનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વીને જેમણે ખોદી હતી તે
૯૪ ક્ષિતીશ = પૃથ્વીના ઈશ્વર
૯૫ પાપનાશન = પાપનો નાશ કરનારા
૯૬ ચક્રી = સુદર્શન ચક્રને ધારણ કરનારા
૯૭ ગદાધર = ગદાને ધારણ કરનારા
૯૮ રથાંગપાણિ = હાથમાં ચક્ર ધારણ કરનારા
૯૯ અક્ષોભ્ય = કોઇનાથી ક્ષોભ પમાડી શકાય નહિં તેવા
૧૦૦ સર્વપ્રહરણાયુધ = પ્રહાર કરવામાં ઉપયોગી સર્વ પ્રકારના આયુધોને ધારણ કરનાર
૧૦૧ યત તત = યત શબ્દથી સ્વયંસિધ્ધ પરબ્રહ્મનો બોધ થાય છે. તત શબ્દ દ્વારા પરમાત્માનો બોધ થાય છે તે