જ્ઞાન કોને કહેવું ?
*મૂળ વસ્તુને ઓળખવી તે.
* પદાર્થ અને પરિથિતિ માત્રનો આત્મદર્શન માટે યોગ્ય ઉપયોગ કરવાની આવડત તે જ્ઞાન.
જ્ઞાનની હાજરીથી શું થાય ?
* આચરણ દ્રારા અંતરને અજવાળતું હોય તેજ ખરુ જ્ઞાન.
* જ્ઞાન આપણને દ્રન્દ્રાતીત કરે,રાગ-દ્રેષ,લાભ-હાનિ,હર્ષ-શોક,સુખ-દુઃખ,ગમા -અણગમા વગેરેથી પર કરે.
*આશા અપેક્ષાના ભાવ ન જગાડૅ.
* અનુકુળતા અને પ્રતિકુળતામાં સમતા રાખે.
* અન્તકરણ શુધ્ધ રાખે.
* દિવ્યમાર્ગ તરફ મનને વાળે.