જીવનરૂપી રથ પ્રગતિ સાધે તે માટે શું કરવું?
* એને ચાર અશ્વો જોડવાઆ અશ્વો જુદી જાતના છે
(૧)પરોપકાર
(૨)ઇન્દ્રિયો પરનો સંયમ.
(૩ સામર્થ્ય
(૪)બુધ્ધિમતા
-ચાર અશ્વોથી હંકારતા જીવનરથમાં સામર્થ્ય અને બુધ્ધિમતાના અશ્વોને આગળ ન રાખી શકાય, કારણ કે સામર્થ્ય અને બુધ્ધિનો થઈ દુરપયોગ થઈ શકે છે. એટલે જીવનરથને આગળ ધપાવવા ઇન્દ્રિય નિયમન અને પરોપકારના અશ્વ આગળ રહે અને પરોપકારની પાછળ સામર્થ્યનો અને ઇન્દ્રિયનિયમનની પાછળ બુધ્ધિનો અશ્વ રહે.
– એટલે કે સામર્થ્યનો ઉપયોગ પરોપકાર માટે અને બુધ્ધિનો ઉપયોગ ઇન્દ્રિયોને નિયમનમાં રાખવા માટે થાય.