૪ કપ ઘઉં નો લોટ ૪ કપ મેંદો ૨ ટેબ.સ્પૂન તેલ મોવણ માટે ૨ ટેબ.સ્પૂન દહીં સ્વાદ પ્રમાણે મીઠું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી: ૨ કપ ઝીણી સમારેલી કોથમીર ૪ નંગ ઝીણા સમારેલા મરચા ૧ ટેબ.સ્પૂન તલ ૪ ટેબ.સ્પૂન ચણા નો લોટ ૧ ટેબ.સ્પૂન શેકેલા જીરું નો પાવડર ૧ ટી.સ્પૂન લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે મીઠું ૧ ટી.સ્પૂન આદું ની છીણ
સૌ પ્રથમ મેંદો અને ઘઉં નો લોટ ભેગા કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તથા તેલ નું મોવણ અને દહીં નાખી બરાબર મિક્સ કરો.ત્યારબાદ પાણી વડે પરોઠા નો લોટ બાંધી ઢાંકીને સાઈડ પર મૂકી રાખો.
સૌ પ્રથમ ચણા ના લોટ ને કોરો જ ધીમા તાપે શેકી લો,ત્યાર બાદ તેમાં કોથમીર,મરચા, તલ,મીઠું,લીંબુ નો રસ,શેકેલો જીરું નો પાવડર અને આદું નો છીણ નાખી મિક્સ કરી લો. હવે તૈયાર કરેલા લોટ માંથી ૨ સરખા માપ ના લુવા લઇ તેમાંથી પરોઠા વણી લો.એક પરોઠા ની ઉપર સ્ટફિંગ પાથરી તેની પર બીજું પરોઠું મૂકી પાણી ની મદદ થી સીલ કરી લો.આવી જ રીતે બધા જ પરોઠા તૈયાર કરી લો.વણેલા પરોઠા ને તવી પર તેલ મૂકી ગુલાબી રંગ નું શેકી લો.પરોઠા તૈયાર થઇ જાય એટલે તેને વચ્ચે થી કાપી ને દહીં સાથે સર્વ કરો.