મનના વ્યાપારોને સમજવાનો શ્રેષ્ઠ ઉપાય કયો?

મનના વ્યાપારોને સમજવાનો શ્રેષ્ઠ ઉપાય કયો? * એ વ્યાપારોમાં ખેંચાઈ જવાને બદલે સાક્ષીભુત બનવું એ શ્રેષ્ઠ ઉપાય લાગે છે. * મનનું સતત અવલોકન કરતાં રહેવું,નિરિક્ષણ કરતાં રહેવું.

જીવનમાં શેનાથી દુર રહેવા જેવું છે ?

જીવનમાં શેનાથી દુર રહેવા જેવું છે ? * કુસંગથી. * પાખંડથી. * અધર્મ,અનીતી અને અસત્યથી.

અંતઃકરણમાં અને સત્વ-રજસ-તમસમાં સ્થિરતા કયારે આવે?

અંતઃકરણમાં અને સત્વ-રજસ-તમસમાં સ્થિરતા કયારે આવે? * આત્મા વિચાર દ્રારા મન,બુધ્ધિ,ચિત અને અહંનો તેમજ ત્રણેય ગુણોનો પોતાની રીતે ઉપયોગ કરે ત્યારે,આમ થાય તો જ અન્તઃકરણ અને ત્રણેય ગુણો આત્માને અનુરુપ વર્તે છે.

તત્વ અંગ્ર મૌન શા માટે રાખવા જેવું છે?

તત્વ અંગ્ર મૌન શા માટે રાખવા જેવું છે? *તેને સમજનારાનું પ્રમાણ નહિવત છે માટે. *અનુભવી પુરુષોની વાણી છે’જયાં વાણી પહોચી શકતી નથી,એવા બ્રહ્મને વાણી કેવી રીતે કહિ શકાય?એટલે તત્વની વાત કરવા જેવી નથી એનો અનુભવ કરવા જેવો છે.

ગગનચુક્કી વોટરફોલ્સ’ માંડ્યા’કર્ણાટક-ભારતના સૌથી સુંદર ધોધ

ગગનચુક્કી વોટરફોલ્સ’ માંડ્યા’કર્ણાટક-ભારતના સૌથી સુંદર ધોધ ભારતના સૌથી સુંદર ધોધ તમને મંત્રમુગ્ધ કરી દેશે ફરવાનો દરેક શોખીન એક વાત સાથે સહેમત થશે કે પ્રાકૃતિક સુંદરતાથી વિશેષ કશું જ નથી હોતું. પહાડો અને જંગલો સાથે એમાં ધોધ હોય છે જે એની સુંદરતા વધારી દે છે. જ્યાં જ્યાં ધોધ હોય ત્યાં ત્યાં સુંદરતા હોય છે. ધોધ આગળ નાચવું, માજા કરવી એ બધું જ આપણને ખુબજ આકર્ષિત કરે છે. ભારતમાં પણ આવા કેટલાય ધોધ છે જે તમને રોમાંચિત કરી દેશે. કર્ણાટકના માન્ડ્યામાં આવેલ આ ધોધની પૂર્વ શાખાને બરાચુક્કી અને પશ્ચિમ શાખાને ગગનચુક્કી કહે […]

જીવના ગુણધર્મ કયા ?

જીવના ગુણધર્મ કયા ? * સ્વાર્થ તેનો ગુણ છે અને સંકુચિતતા – એટલે કે વ્યક્તિભાવ તેનો ધર્મ છે. * હું શરીર છું એમ માની જીવનાર જીવ છે; પણ શરીરમાં હું વસું છુ એનું જેને સતત ભાન છે તે આત્મા છે.

ઉગ્યો વિક્રમ ઉજ્જૈનમાં , હલકાંને વીર હાંકતો ચાલુ કરતો સંવતને , નવરત્નો નેણે રાખતો અરબ સુધી કે અજયમા , તેવુ શાસ્ત્રોમાં તણાય છે ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે આદર હતો યયાતિનો , ચંદ્રવંશમા શોભતો પ્રતાપી જે રાખે પહેલા , સિકંદરને થોભતો પુરૂવંશ દઈ પંથકમાં, યદુવંશમા ઘણાય છે ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે ધરમી માળવે ધારમા , ધરામા હતી ધાક ને ભોજને કવિ પુરો ભણીએ , પરમાર એની શાખ ને ચોર્યાસી ગ્રંથ રચતો શૂરો , ભૂમિ પરે એ ભણાય છે ભૂપતી ભારે ભારતનો , વિશ્વ […]

ભગવતધામની ઝાંખી કયારે થાય?

ભગવતધામની ઝાંખી કયારે થાય? * અંદરનું જગત જ્ઞાનથી ઉજજવળ બને. * બહારનું જગત કર્મથી પવિત્ર બને.

છૂટાં છૂટા તીર અમને મારો મા

છૂટાં છૂટા તીર અમને મારો મા છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા મુખથી નવ સહેવાય રે આપોને વસ્તુ અમને લાભ જ લેવા પરિપૂર્ણ કરોને કાય રે … છૂટાં છૂટાં તીર બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે, બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં ને દેહની દશા મટી જાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે […]

ક્રોધ,લોભ,લોભ,મોહ,મદ અને મત્સર કયારે શસ્ત્રો ત્યજી દે છે?

ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સર કયારે શસ્ત્રો ત્યજી દે છે? * આ વૃતિઓને ઇન્દ્રિયો દ્રારા વિવેકપુર્વક ઉપયોગ કરવાથી ભગવાનને આગળ રાખી આ વૃતિઓનો ખપ પુરતો ઉપયોગ કરવો. * વ્યવહારમાં કયારેય ફુફાડાની જરૃર પડે છે તો ફુફાડો રાખવો પણ કરડવાની હદ સુધી ના જવું એ વિવેક છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors