* વધારે ઉધરસ થઈ હોય તો મીઠાનો ગાંગડો મોંમા રાખીને ચુસો.ખાંસી બિલકુલ બેસી જશે.
* કેરીની સુકાયેલી ગોઠલીનુ બારીક ચુર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે
* તુવેરના પાન બાળી તેની રાખ દહીમાં મેળવી ચોપડવાથી ખસ,ખરજવું અને દાદર મટે છે.
* દાડમના દાણાના એક કપ રસમાં અડધી ચમચી મસુરનો શેકેલો લોટ મિકસ કરી પીવાથી ઉલટી મટે છે.
* કારેલાંનો રસ સવાર-સાંજ પીવાથી શરીરમાંથી તાવ અને કૃમિ દુર થાય છે.