સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….
Posted by Jitendra Ravia , jeevanshailee
Posted on Nov - 14 - 2014
1,836 views
(No Ratings Yet)
Loading...
સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….
સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ સ્નાન કરતા હોય છે સ્વાસ્થ્ય દ્રષ્ટિએ તેમને ઘણા લાભ થતા હોય છે.આપણે ધર્મના દ્રષ્ટિકોણથી જોઈએ તો સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ધણા ફાયદા થાય છે.પ્રાચીન સમયમાં, વિદ્વાનો અને ઋષિઓ સૂર્યોદય પહેલાં અથવા સૂર્ય સ્નાન કરતા હતા.સૂર્ય સ્નાન પછી સૂર્યને જળ અર્પણ કરતા હતા.આમ કરવાથી દિવસ દરમ્યાન માનસિક શાંતિ પ્રાપ્ત થતી. સ્નાનની કેટલીક પ્રાચીન પદ્ધતિ અને સ્નાન ના પ્રકારો
સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ સ્નાન કરતા હોય છે સ્વાસ્થ્ય દ્રષ્ટિએ તેમને ઘણા લાભ થતા હોય છે.
દેવ સ્નાન – ધર્મના દ્રષ્ટિકોણથી સૂર્યોદય પહેલા સ્નાન શુભ માનવામાં આવે છે ધર્મગ્રંથ સમય માં વર્ણવ્યા અનુસાર સ્નાન વિવિધ પ્રકારના હોય છે.વધુમાં, સ્નાન એક ખાસ પદ્ધતિ પણ વર્ણવાયેલ છે.યોગ્ય સમયે સ્નાન કરવાથી ચમત્કારિ રીતે શુભ ફળ મળે છે શાસ્ત્રોમાં દિવસનાં સારા કાર્યો કરતા પહેલા મંત્રો બોલાઈ છે અને દરેક સારા કાય્રો માટૅ અલગ અલગ મંત્રો આપવામાં આવ્યા છે.સ્નાન કરતી વખતે પણ આપણે મંત્ર બોલવો જોઈએ.સ્નાન કરતી વખતે આપણે કોઈ મંત્ર કે ભગવાનનું નામ લેવું જોઈએ.કોઈ વખતે આપણે સ્નાન કરતી વખતે માથા ઉપર પછી પાણી નાખીએ છીએ તેના પહેલા શરીર ઉપર પાણી નાખી દઈએ છીએ પણ આ ખરાબ આદત છે.સ્નાન કરતી વખતે પહેલા માથા ઉપર પાણી રેડવું જોઈએ પછી શરીર ઉપર.આની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે સ્નાન કરતી વખતે આપણા શરીરની ગરમી માથા ઉપરથી શરીર પર થઈએ પગ દ્રારા નીકળી જાય છે.તેમ કરવાથી શરીરની અંદર શીતળતા પ્રાપ્ત થાય છે.સ્નાન કર્યા પછી તરત જ સુર્યને જળા અર્પિણ કરવુ જોઈએ તેનાથી માન-સન્માન પ્રાપ્ત થાય છે.
બ્રહ્મ સ્નાન – બ્રહ્મ મુહુર્ત એટલે કે સવારે ૪/૫ વાગે ભગવાનનું નામ લેતા જે સ્નાન કરવામાં આવે તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે.આવા વખતે સ્નાન કરવાથી ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના દુઃખોથી મુક્તિ મળે છે.
ઋષિ સ્નાન – આકાશમાં હજી સુર્યનું આગમન થયુ ન હોય તારા દેખાતા હોય તેવા સમયે સ્નાન કરે તેને ઋષિ સ્નાન કહેવાય.સુર્યદય પહેલા કરેલા સ્નાનને માનવસ્નાન પણ કહેવાય છે.સુર્યોદય પહેલા કરેલા સ્નાનને શ્રેષ્ઠ સ્નાન માનવામાં આવે છે.
દાનવ સ્નાન – આજકાલ બધા સુર્યોદય પછી સ્નાન કરે છે સવારે નાસ્તો કર્યા પછી સ્નાન કરે છે.આવા સ્નાનને દાનવ સ્નાન કહેવાય છે,ગ્રંથોમાં દર્શાવ્યા અનુસાર આપણે દેવ સ્નાન,બ્રહ્મ સ્નાન કે ઋષિ સ્નાન કરવું જોઈએ.તેજ શ્રેષ્ઠ સ્નાન છે.
રાત્રે અથવા સાંજે સ્નાન કરવું જોઈએ નહિ.સૂર્ય ગ્રહણ અથવા એક ચંદ્ર ગ્રહણ ના દિવસે કે પરિસ્થિતિમાં રાત્રે સ્નાન કરી શકાય છે
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....