સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ
લોઢું આ કટાઈ જાય તાંબુ આ લીલુડું થાય
લોઢું આ કટાઈ જાય તાંબુ આ લીલુડું થાય
ઝેરીલા વાયરામાં જાતે ખવાઈ જાય
સોનાને કોઈ ના ઊચાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ
સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ
દુનિયાના દરિયાની આ ખારી હવામાં રાખું
દુનિયાના દરિયાની આ ખારી હવામાં રાખું
અંગે ઓપાઉં અથવા કાદવ કીચડમાં નાખું
સોનું ન થાય સીસમપાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ
સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ
સોનુ ના સડતું કોઈ દિ હલકી ધાતુને પગલે
સોનુ ના સડતું કોઈ દિ હલકી ધાતુને પગલે
સોનાનું સત ના બદલે સોનાની પત ના બદલે
બદલે ભલેને એનો ઘાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ
સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ