સેક્સમાં આવતાં વિઘ્નો અને તેનાં નિવારણ
કોઈ પણ યુગલ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેઓ પરસ્પરને સુખી કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. બંને જણ એકબીજાં માટે ‘સ્પેશિયલ’ હોય છે. પ્રેમ આપવાની અને પામવાની ઈચ્છા સાથે તેઓએ પ્રભુતામાં પગલાં માંડયા હોય છે. લગ્ન જીવનમાં ઉત્સાહ અને ઉમંગની લાવવા માટે એકબીજાની લાગણી સમજવી ખૂબ જ જરૂરી છે. આ રોમાન્સની ગાડીમાં પ્રેમનું ઈંધણ સતત પૂરવું પડે છે. જો તમે પ્રેમનું ઈંધણ ન પૂરી શકતા હો તો એવું બની શકે કે તમારા સંબંધોમાં ખટાશ આવી જાય, માટે પ્રેમના ઈંધણ સાથે સેક્સનું ઈંધણ પણ યોગ્ય સમયે જો આપવામાં આવે તો લગ્ન જીવનમાં ઉત્સાહ અને ઉમંગ યથાવત્ રહે છે.
પતિ નોકરી કરતો હોય કે પોતાનાં વ્યવસાયમાં હોય, પત્ની ગૃહિણી હોય કે નોકરિયાત હોય, બંનેએ એકમેકને ખુશ રાખવા માટે કેટલાંક નિયમોનું પાલન કરવું જરૂરી છે. પત્ની જો ખુશ હોય તો તે ઘર, બાળકો, કુટુંબીજનો, વડીલો અને સગાં-વહાલાંની સારી સંભાળ લેવા પ્રેરાય છે.
પત્નિ પતિ પાસેથી સહાનુભૂતિ અને ટેકાની અપેક્ષા રાખે છે
સેક્સને માત્ર શારીરિક જરૂરિયાત ગણવાની ભૂલ ન કરવી જોઈએ. સેક્સ એ પ્રેમ જતાવવાનું માધ્યમ પણ છે.અને આ પ્રેમ થકી જ વ્યક્તિના જીવનમાં સેક્સ અને રોમાન્સ જળવાઈ રહે છે.જીવનમાં રોમાન્સ જાળવવા માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જે આપના પ્રેમની ગાડીને ગતિમય રાખવામાં મદદ કરશે.
આજે મૂડ નથી
દોડધામવાળી જિંદગીમાં સમયના અભાવે સેક્સ્યુઅલ લાઇફ વધારે પ્રભાવિત થઈ રહી છે, જેનું પરિણામ એ આવે છે કે પતિ-પત્ની બેડરૂમમાં તો હોય છે, પરંતુ બંને એકબીજાથી મોં ફેરવીને સૂઈ જાય છે અને બહાનું બને છે, આજે મારી ઓફિસમાં કામ વધારે હતું, હું તો આજે ઘરનું શોપિંગ કરીને થાકી ગઈ છું આજે બાળકોએ બહુ પરેશાન કરી.વગેરે વગેરે. છેલ્લે આજે મૂડ નથી એમ વાત ઊપર આવી જવાય અને પડખુ ફેરવીને સૂઈ જવામાં આવે છે જે ખોટું છે. મૂડ નથી તેવું ક્યારેય ન કહેશો. તમારા વ્યવહારને બદલો. મૂડ નથી તેમ ન કહેતાં હળવે હળવે રોમાન્સની મજા માણો.
કોમ્યુનિકેશન
દરેક સ્ત્રીમાં કામેચ્છા હોય છે, પણ એને જાગ્રત કરવાની કળા પુરુષને આવડવી જરૂરી છે. ઘણી વખત તમે જે ક્રિયા કરતા હો એ કદાચ તેને બિલકુલ પસંદ ન હોય અથવા તમે એવી રીતે હાથ લગાડતા હો જે તેની પસંદની વિરુદ્ધ હોય એવું બનીશકે છે.
ધણીવાર સેક્સ દરમિયાન પત્નીને શું જોઈતું હોય છે, તે પતિ જાણી શકતો નથી, કારણ કે પત્ની ખુલ્લા મને આ બાબતે વાત કરતી હોતી નથી. એકબીજાના ગમા-અણગમા વ્યક્ત કરાતાં જ નથી. આને કારણે સેક્સલાઇફમાં નિરસતા પેદા થાય છે.
પ્રેમ અને સંબંધોને મજબૂત બનાવવા માટે કોમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે, તેને તોડશો નહીં. મનની કોઈ પણ વાત ખુલ્લા દિલથી કહો.
સંતોષ ન મળવો
સ્ત્રીઓ હંમેશાં એમ વિચારે છે કે કંઈ પણ કરે, પણ પાર્ટનરે તેને પૂર્ણ સંતોષ આપવો જ પડે. તેમની આવી માનસિકતાથી કેટલાક પતિ પર તણાવ આવે છે, જે સેક્સલાઇફને સુધારવાને બદલે બગાડે છે.આમ કરવાથી ઊલડાની વધારે તકલીફો ઊભી થાય છે.
પતિ પણ પત્નીને પૂર્ણ સંતોષ મળે તેમ ઇચ્છે છે. એટલા માટે સેક્સલાઇફમાં જો પતિ તરફથી કોઈ પરેશાની હોય તો પત્નીએ પતિને જણાવવું જોઈએ, જેથી પતિ તે કમી દૂર કરીને તૃપ્તિ આપી શકે.અને પત્નિ તરફથી કોઈ પરેશાની હોય તો પતિને જણાવવું જોઈએ જેથી તે તેના વાત સમજીને તેને દુર કરવાનો પ્રેયત્ન કરે.
પતિ જ પહેલાં પહેલ કરે
ધણીવાર સામાન્ય રીતે પતિ જ પહેલ કરે તવું ધણી પત્નિઓ ઈચ્છે છે કારણ કે પત્ની પહેલ કરતા ખચકાય અથવા આવા વ્યવહારથી પતિને મારા પ્રત્યે શી વિચાર કરશે એમ માને છે અને પતિને એમ થાય કે તેની પત્નીને રસ જ નથી.
તેથી પત્નીએ પણ સંકોચ છોડીને પહેલ કરવી જોઈએ. પત્ની દ્વારા કરવામાં આવેલી પહેલ પતિને રોમાંચિત કરી દેશે. પત્નીની નાની પહેલ સેક્સલાઇફમાં નવી ર્સ્ફૂિત ભરી દેશે.
ફોર પ્લેનો અભાવ
જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ મોટાભાગની સ્ત્રીઓ સેક્સને એક ઝંઝટ સમજે છે તેમજ તેમને લાગે છે કે બસ આ જલદી ખતમ થઈ જાય. પત્નીનો આ વ્યવહાર પતિને દુઃખી કરી દે છે.
સેક્સમાં આનંદ લાવવા માટે ફોર પ્લેનો આનંદ ઉઠાવો. જેમ ફોર પ્લેમાં વધારે સમય ગાળશો તેમ સેક્સમાં વધારે આનંદ મળશે.
ઉત્સાહનો અભાવ
સેક્સ દરમિયાન સ્ત્રીઓ તેના ઉત્સાહને દબાવી રાખે છે. સ્ત્રીઓને એમ લાગે છે કે તેના હાવભાવથી પતિ કંઈક જુદું ન વિચારી લે. તમારો આવો વ્યવહાર પાર્ટનરને એ દર્શાવે છે કે તમે માત્ર ઔપચારિકતા નિભાવો છો.
શું કરશો? : સંપૂર્ણ જોશ સાથે પાર્ટનરને સાથ આપો, જેથી તેને એવું ન લાગે કે તમારો ઉત્સાહ ઓછો છે. તમારો ઉત્સાહ જોઈને પતિને લાગશે કે તે પણ ઉત્સાહભેર એન્જોય કરી રહી છે.
બંધનો દૂર કરો
સેક્સ દરમિયાન મોટા ભાગે સ્ત્રીઓ પોતાના પતિને કેટલાક નિયમોમાં બાંધી લે છે. જેમ કે, સેક્સ કરતી વખતે લાઇટ બંધ કરો, સેક્સ વખતે પણ ઉપવસ્ત્ર પહેરી રાખો, કોઈક આવી જશે વગેરે વગેરે. આવી વાતોથી પાર્ટનરનો મૂડ ખરાબ થઈ જતો હોય છે, જેથી સેક્સની મજા કિરકિરી થઈ જતી હોય છે.
શું કરશો? : પતિને કોઈ પણ પ્રકારના બંધનમાં ન બાંધો, પરંતુ તમારો અભિગમ બદલો. આવી નાહક વાતોને વચ્ચે લાવીને પાર્ટનરના મૂડ પર ઠંડું પાણી રેડી ન દો.