*કુળને ખાતર એકને ત્યજવો, ગામને ખાતર કુળને ત્યજવું,
દેશને ખાતર ગામને ત્યજવું, પોતના આત્માને ખાતર પૃથ્વી ત્યજવી.
*વૃક્ષો ફળોના આવવાથી નીચા નમે છે, વાદળા નવા પાણી ભરાવવાથી ખુબજ નીચ નમી જાય છે,
સત્પુરૂષો સમૃધ્ધિ વડે વિનમ્ર બને છે, પરોપકારીઓનો આજ સ્વભાવ હોય છે.
*ગુસ્સો કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપણી જાત ઉપર લેવો.
* માણસનું ધરેણુ રુપ છે, રુપનું ધરેણુ ગુણ છે,
ગુણનું ધરેણુ જ્ઞાન છે, જ્ઞાનનું ધરેણુ ક્ષમા છે.
* સાપના દાંતમાં ઝેર હોય છે, માખીના માથામાં ઝેર હોય છે,
વીંછીની પુછડીમાં ઝેર હોય છે, દુર્જનના તો બધા અંગોમાં ઝેર હોય છે,
* પ્રેમન જુએ જાત-કજાત, ઉંધ ન જુએ તુટી ખટ,
ભુખ ન જુએ ટાઢો ભાત, ગર્વ ન જુએ માબાપ.
* સંતાનોને નાણાનું મુલ્ય સમજાવો.
* કટું-વાણી કરે કુટુંબને ધુણ ધાણી.
* ધીરજ રાખો,પરમાત્માનાં શરણમાં છે.
* વધુ ધન કમાવાની લાલચમાં લોકો એ ભુલી જાય છે કે તેઓ વસ્તવમાં પોતાનું જીવન ગુમાવે છે.
* સમર્પણ એક અતિશુધ્ધ અંતઃકરણીય કર્મ છે
* અંદરની યોગ્યતાને પ્રકાશિત કરવા ગુરૂનો સ્પર્શ જરુરી છે.
* ત્યાગ અને મહેનતથી જ સાચા સમજનું નિર્માણ થાય છે
* જીવનમાં તક ગમે ત્યારે આવી શકે છે,વ્યકિત એ તકને પારખી શકતો નથી અન પાછળથી પસ્તાય છે
* આંખે છાલક દાંતે લૂણ, પેટ ન ભરી એ ચારે ખુણ,
ખાંડ, મીઠું.સોડા ને મેદો સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેક બુધ્ધિથી લેવા
* બુધ્ધિમાન તે છે જે વિચારે પહેલા અને બોલે પાછળથી,
જયારે મુર્ખ તે છે જે બોલે પહેલા અને વિચારે પાછળથી.
* મનુયનો સૌથી નજીકનો સગો અને ભયંકર શત્રુ જો કોઈ હોય તો તે છે-આળસ પ્રમાદ
* જેમણે લાંબી જીદગી જીવવી હોય તેમણે ભુખ લાગ્યા સિવાય કાંઈ જ ખાવાની ટેવ ના પાડે.
* પોતાનો દોષ અને પરના ગુણ પારખવાની વિવેકદષ્ટિએ ઉન્નતિની ચાવી છે.
* ઊંધ અને આહારને જીતે તેના જીવનમાં ઉસ્સાહ કાયમ ટકે.
* પોતાને મનુષ્ય બનાવવાની કોષિશ કરો.જો તેમા સફળતા મળી ગઈ તો દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
* ઉન્નતિ સંપતિથી નહિ પણ સદગુણ અને સદબુધ્ધિથી થાય છે.
* જે જેવું વિચારે છે અને કરે છે તે તેવા જ બની જાય છે.