* સાચું શ્રવણ એ જ છે જે ચિતનમાં પરિણમે અને સાચું ચિંતન એ જ છે જે આચરણમાં પરિણમે.
* આચાર્ય બ્રહ્મા સ્વરૂપ છે, પિતા પ્રજાપતિ સ્વરૂપ છે, માતા પૃથ્વી સ્વરૂપ છે, ભાઈ પોતાનું સ્વરૂપ છે.
* વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી , શાંતિ સમાન કોઈ સુખ નથી, સુર્ય સમાન કોઈ જ્યોતિ નથી, જ્ઞાન સમાન કોઈ ધન નથી.
* વિદ્યા જેવો કોઈ સાચો મિત્ર નથી, વિદ્યા જેવું કોઈ ધન નથી, વિદ્યા જેવું કોઈ સુખ નથી.
* ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઇ ગુરુ નથી, વિષ્ણુ સમાન કોઈ દેવ નથી, રામાયણ સમાન ઉત્તમ કોઈ ગ્રંથ નથી.
* સત્યથી કોઈ પરમ ધર્મ નથી, માતાથી કોઇ પરમ ગુરુ નથી, બ્રાહ્મણોથી કોઈ પરમ નથી, અસત્ય થી મોટું કોઈ પાપ નથી.
* ગર્વ કરવો,ખરાબ વાણી, દુરાગ્રહી બનવું, અપ્રિય બોલવું, બીજાનું કહેવું નહી માનવું આ પાંચ દુર્જનનાં લક્ષણો છે.
* સોનાનાં હરણનો જન્મ અશક્ય છે છતાં રામ ભગવાન લોભાઈને તેની પાછળ દોડયા હતાં . મોટેભાગે વિપત્તિ સમયે મનુષ્યોની બુદ્ધી પણ મલિન થઇ જાય છે.