-અમાસ ન હોય તો પુનમનું મહત્વ કેમ સમજાત ?
– મૃત્યુનું કરણ રોગ નહિ પણ જન્મ છે .
– કપટ કરવાની ઇચ્છા થાય તો મોહમાયા પર કરજો.
– સત્યને દલીલની જરૂર નથી.
– મૂર્ખ મિત્ર કરતા, સમજદાર દુશમન સારો…
– મનુષ્યની પ્રથમ ફરજ પાડોશી પ્રત્યે છે
– તૃષ્ણાઓનો કોઇ અંત નથી,તે અનંત છે.
-જીવનમાં સાદાઈ રાખો,દંભ ન કરો.
-\”હું\” જયારે મરશે ત્યારે માધવ પ્રગટશે.
– લાયકાત વિનાની પ્રશંસા એટલે ઢાંકેલી મશ્કરી.
– સત્ય બોલવું એ કલિયુગમા તપસ્યા છે.
– ધડપણ,મરણ,આપદા એ સૌને માથે હોય છે.
– અન્યનું સુખ જોઈ દ્વેષ ન કરો.
– જ્ઞાન ,ભક્તિ વિવેકનો સંગ કરો.
– કર્મ કોઇને છોડતું નથી.
– જાતને જીતવી એટલે બધાને જીતવા બરાબર છે.
-સદકાર્ય કરવામાં વિલંબ ન કરવો.
-\’મારું કશું જ નથી \” એ જીવન મુકત છે.
-સત્ય સિવાય ઇશ્વર કયાંય નથી.
– ચિત્ત શુધ્ધી વગર જ્ઞાન ટકતું નથી.
– આચાર-વિચાર એક રાખી જીદગી માણો.
– પૈસાથી મુર્તિ ખરીદી શકાય છે,ભગવાન નહિ.
– કર્મ પ્રમાણે સુખ કે દુઃખ મળે હે.
– ડરો તો પાપથી જ ડરજો.
– કમાઈ શકો તેટલુ જ ખર્ચ કરજો.
– પ્રભુ ઉપર શ્રધ્ધા રાખનાર કયારેય નિરાશ થતો નથી.
-સ્વાર્થ હોય ત્યાં સંધર્ષ હોય.
-આંખ-કાન માથી પાપ મનમાં આવે છે.
– જરુરિયાત ઓછી થશે તો પાપ ધટશે.
– અસત્ય આત્માને ખાઈ જાય છે.
– નીતિવાનનો સદા જય થાય છે.
– દુઃખમાં જ ડહાપણ આવે છે.
– પોતાને ઓળખ્યા વિના બીજાને ઓળખવું તે મુર્ખતા છે.
– મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.
-મૃત્યુ માટે કોઇ દરવાજો બંધ નથી.
– દુઃખ માત્રની જનેતા ઇચ્છા છે.
– પ્રાર્થનામાં આફતોને રોકવાની શક્તિ છે.
– પાપી અંતે તો વિનાશને જ પામે છે.
– જેનું કોઇ નથી તેનિ પ્રભુ છે.
– ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે.
– આવેશમાં મૌન એજ મોટું શસ્ત્ર છે.
– ઉદાર હ્રદય વિના ધનવાન પણ ભિખારી છે.
– ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.