* દુનિયા મને શું આપશે એમ વિચારનારા મેનેજર બને છે,
દુનિયા ને હું શું આપું એમ વિચારનારા લીડર બને છે..!!
– બર્નાડ રામાંન્સોઆ
* નીચે પડવુ એ કાઇ હાર નથી …..
હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો…
* નિરાશાવાદી માણસ દરેક તકમા મુશ્કેલીઓ શોધે છે જ્યારે આશાવાદી માણસ દરેક મુશકેલીમા તકો શોધે છે…!
– વિન્સટન ચર્ચિલ –
*” એક વિચાર “
જેમ “જન્મ અને મૃત્યુ” એક બીજાથી વિરૂદ્ધ છે.
તેમજ “હાસ્ય અને રૂદ્દન” પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
વળી “પહેલાં અને પછી” એ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
જો આમ જ હોય તો માનવી જન્મ્યા પછી તરત જ રડે છે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી ?
* જગતમાં ખરેખર ત્રણ વસ્તુઓ મહાન છે; પર્વત, મહાસાગર અને સાચા દિલથી કામ કરતો માનવી. ત્રણેયની અંદર રહેલી શક્યતાનો તાગ આપણે પામી શકીએ તેમ નથી. – એમરસન
* ખ્યાતિ નદીની જેમ ઉદ્દગમ સ્થાન પર ખૂબ જ સાંકડી અને ખૂબ જ દૂરના સ્થાન પર અતિ વિશાળ હોય છે.