* મનુષ્યનું જીવન વિચારોથી જ ચાલે છે જો સારા વિચારો હોય તો જીવન સારું બનશે.જો વિચાર ખરાબ તો જીવન ખરાબ બની જશે.
* ઉન્નતિની પરખ કરવાની સાચી રીત છે તુલના. આ તુલના બીજાની સાથે ન કરવી, બલકે તમારા ગઈ કાલના દિવસ સાથે આજના દિવસની કરવી.
* જયારે તમે દુઃખી થાવ છો ત્યારે બીજાઓથી પ્રેમ ઇચ્છો છો.જયારે બીજા દુઃખી થાય છે ત્યારે શું તમે બીજાઓને તમારો પ્રેમ આપો છો?છે ને આશ્ચર્ય !
* જયારે આપણે નાની- નાની ચીજો પર ધ્યાન આપીએ છીએ.ત્યારે મહાન ઉન્નતિ થાય છે,પરંતુ મહાન ઉન્નતિ કોઈ નાની ચીજ નથી.એટલા માટે ધ્યાન આપો.
* તમારી સમસ્યા બાબતે બીજાઓને ફરિયાદ ન કરશો.મોટાભાગની સમસ્યા તમે જાતે જ ઉભી કરી હોય છે.આત્મ નિરીક્ષણથી તેને દુર કરો.