સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ
કહેવાય છે કે લગ્ન એક લોટરી જેવા હોય છે.લાગે તો જીવનમાં મજા આવી જાય અને ના લાગે તો.તે તો આપ જાણૉ જ છો. પણ આજે તમારે તમારુ દામ્પત્ય જીવન જો સુખી રાખવું હોય તો અમુક બાબતો
ગાંઠ બાંધીને રાખી લો.
આજકાલના વ્યસ્ત શિડ્યુલમાં લોકોં પાસે પોતાના જીવનસાથી માટે પણ સમય રહેતો નથી. એકબીજાને સમય આપવો પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જ્યારે તમારા પતિ ઓફિસથી થાકીને પાછા ઘરે આવે તો તેમને ગળે લગાવો અથવા તો માત્ર તેમનો હાથ પકડી લો. તો તે તમારા સંબંધને નવી તાજગી આપશે. સ્પર્શ માત્રથી જ તમારો સંબંધ ફરીથી યુવા થઈ શકે છે. આથી આમ કરવાથી ચોક્કસથી તમારા સંબંધોમાં ગરમાવો રહેશે.
સંબંધની નવી-નવી શરૂઆત થઈ હોય ત્યારે આપણે એકબીજાને મનાવવા માટે મેસેજ અથવા તો લવકોટ્સ મોકલતા હોઈએ છીએ. જે આજકાલ એક ટ્રેડિશન બની ગઈ છે. પરંતુ જેમ-જેમ તમારો સંબંધ પરિપક્વ થઈ જાય છે, ત્યારે તમને ભૂતકાળમાં કરેલી વાતો બાળપણ જેવી લાગે છે. અહીં એ વાત તમને કહેવી જરૂરી બને છે કે, સંબંધોમાં તાજગી રાખવા માટે આ બધી બાળપણા જેવી હરકતો કરવી પડે છે. તમે તમારા પતિને તેના ઓફિસ ટાઈમ પર મેસેજ કરી શકો છો. જેમ કે, આઈ મિસ યુ અથવા તો કોઈ પ્રેમ ભર્યો શેર કે મેસેજ પણ ફોરવર્ડ કરી શકો છો.
તમે બંને વ્યક્તિ એકબીજાની સાથે બેસીને એકબીજા વિશે જૂની વાતોં યાદ કરો. જેમ કે, તમારા પાર્ટનરની એવી કંઈ ખાસ વાત હતી જેનાથી તમે તેની તરફ આકર્ષિત થયા. તેની એવી કોઈ ખાસ વાત જે તમને બહુ જ સારી લાગતી હોય. અથવા તો તમે પ્રપોઝ કઈ રીતે કર્યુ હતુ. એના વિશે વાત કરવી.
તમારા પતિ ગમે તેટલા થાકેલા કેમ ના હોય, કેટલીય ટેન્શનમાં કેમ ના હોય, તમારી એક સ્માઈલ અથવા તો ઉર્જાથી તેમને ગળે લગાવવું, તમારા પતિને ઘણી મોટી રાહત આપી શકે છે. સાથે જ તમારા રિલેશનશીપ પણ તરોતાજા રાખશે. જેવા જ, તમારા પતિ ઓફિસથી પાછા આવે એટલે એમને પૂછો કે, તેમનો દિવસ આજે કેવો રહ્યો.
હંમેશા જ્યારે એ વ્યક્તિ તમારી ગર્લફ્રેન્ડ ના હોય, ત્યારે તમે તેને ઈમ્પ્રેંસ કરવા માટે ફ્લર્ટ કરતા રહો છો. લગ્ન બાદ પણ તમે તમારી આ પરંપરા ચાલુ રાખો. કારણ કે, આ વાત તમારા સંબંધોમાં એક ટોનિકની જેમ કામ કરશે. આ પ્રકારના ફ્લર્ટ સ્ત્રીઓંને હંમેશા સ્પેશિયલ ફીલ કરાવે છે.
ક્યારેક એમ બને પણ ખરાં કે તેની લાવેલી ગિફ્ટ આપને પસંદ ન પણ પડે પણ તેને તુંરત કહેશો નહીં, નહીંતર બીજી વખત ગિફ્ટ મેળવવી સપનું બની જશે
-તમે એકબીજા સાથે નિખાલસ રહેશો તો સંબંધોમાં મિઠાશ પણ જળવાઈ રહેશે, તેથી જ નાનામાં નાની વાતને એકબીજા સાથે સરળતા રહો.
તમે એવા વ્યક્તિને પરણ્યા છો જે દિલથી સાફ છે પરંતુ થોડી અહંકારી છે તો ચિંતા ન કરો. જો તમે ઈચ્છતા હોવ કે તેની અંદર રહેલ અહંકાર હંમેશા માટે સમાપ્ત થઈ જાય તો તમારે થોડી ઓછી મહેનત કરવી પડશે.તમે તેની દરેક નાની-મોટી સફળતા પર તેની પ્રશંસા કરવાનું ન ભૂલો. તે ગમે તે કામ કરે તો તેના વખાણ કરો પણ એક સીમામાં રહીને. તેને અહેસાસ કરાવો કે તે ખરેખર એક સારો પતિ છે.
જ્યારે પણ તે તમારી સાથે દલિલ કરવા લાગે તો તમે શાંત રહો અને તેના પ્રશંસાના પુલ બાંધવા લાગો. પ્રશંસા કરતી વેળાએ તેના પર દબાણ લાવો જેથી તે જાતે જ બોલી ઉઠે કે તેને કંઈ જ ખબર નથી પડતી અને તે એટલો પણ સમજદાર નથી જેટલો તમે માનો છો.
-તેને આપ માટે પ્રેમ છે પણ તેને તેનો અહેસાસ કરવતા વાર લાગે છે. તો આપ થોડી પેસન્શ રાખો અને તેના સ્વભાવને સમજવાનો પ્રયાસ કરો. બસ પછી જુઓ તેનો પ્રેમ